સંતરામપુર નગર સહિત સમગ્ર તાલુકામાં ખૂબ પુરઝડપે વાવાઝોડું ફુંકાયું અને સાથે સાથે વીજળીના કડાકા ભડાકા અને વાદળોના ગળ ગડાટ સાથે વરસાદનું પણ આગમન થયું જેને લઈને લગ્નમાં રોકાયેલા લોકો તેમજ ખેતરમાં ખેડૂતોના વાવેતર કરેલા ઊભા પાક બગડી જવાની ભીતિ સેવાઈ
સમી સાંજે ફુકાયેલ વાવાઝોડાની સાથે સાથે વરસતા વરસાદ ના કારણે નગરજનો તેમ જ ગ્રામજનોમાં ભારે મુશ્કેલી વધી જવા પામી છે .
સતત બે દિવસથી અસહ્ય ગરમી બફારો અને ઉકળાટ ને કારણે લોકો ત્રાહિમામ્ પોકરી ઊઠ્યા હતા એવામાં વાવાઝોડા સાથે વરસાદ વરસતા વાતાવરણમાં આંશિક ઠંડક પ્રસરી જવા પામી છે અને પ્રજાએ હાસસકારોનો દમ લીધો છે.
અત્રે ખાસ ઉલ્લેખનીય બાબત એ છે કે જોરદાર પવન ફૂંકાતાની સાથે જ mgvcl અને જેટકો દ્વારા તાત્કાલિક વીજ પ્રવાહ બંધ કરી દેતા સંતરામપુર નગરમાં ગીચોગીચ વસ્તીમાં રહેતા લોકો ,નાના બાળકો, વૃદ્ધો અને બીમાર માણસોની મુશ્કેલીમાં ભારે વધારો થવા પામેલ છે
[wptube id="1252022"]
AMIN KOTHARIMay 13, 2024Last Updated: May 13, 2024