
અહેવાલ
અરવલ્લી :હિતેન્દ્ર પટેલ
અરવલ્લી : નવજાત ત્યજી દેવાયેલ બાળકની માતાને પોલીસે શોધી કાઢી તો બીજીબાજુ સારવાર લેનાર બાળકીએ અંતિમ શ્વાસ લઇ મતલબી દુનિયામાંથી વિદાય લઇ લીધી…કુદરત
રે કુદરત : એક બાજુ ત્યજી દીધેલ બાળકીની સગીરા માતાએ માલપુર પોલીસનું શરણ લીધું…બીજી બાજુ બાળકીએ શ્વાસ ત્યજી દેતા મોત
*વિધિની વક્રતાતો જુઓ નવજાત ત્યજી દેવાયેલ બાળકની માતાને પોલીસે શોધી કાઢી એ જ દિવસે હોસ્પિટલમાં સારવાર લેનાર બાળકીએ અંતિમ શ્વાસ લઇ મતલબી દુનિયામાંથી વિદાય લઇ લીધી*
અરવલ્લી જીલ્લાના માલપુર તાલુકાના અણીયોર કંપા નજીક મુખીના મુવાડા ગામમાં સાત દિવસ અગાઉ એક ખેડૂતના ઘર પાછળ ખેતરમાંથી ત્યજી દેવાયેલ નવજાત બાળકી મળી આવતા પરિવારે 108 ઇમરજન્સી એમ્બ્યુલન્સ મારફતે માલપુર સીએચસીમાં પ્રાથમિક સારવાર આપી વધુ સારવાર અર્થે મોડાસા સાર્વજનિક હોસ્પિટલમાં ખસેડી હતી જ્યાં ફરજ પરના તબીબોએ ખડેપગે અધૂરા માસે જન્મેલી બાળકીને બચાવવા સારવાર આપી હોવા છતાં જીવન-મરણ વચ્ચે ઝોલા ખાતી બાળકી જીંદગી સામે જંગ હારી જતા અંતિમ શ્વાસ લેતા સારવાર કરનાર તબીબ, સ્ટાફ સહીત ખેડૂત પરિવારમાં દુઃખની લાગણી છવાઈ હતી બીજીબાજુ બાળકીને ત્યજી દેનાર સગીરા માતા અને તેના પરિવારને શોધી કાઢ્યો હતો
માલપુર તાલુકાના મુખીના મુવાડા ગામે અધૂરા માસે જન્મેલી બાળકીને ત્યજી દેનાર સગીરા માતા અને તેના પરિવારને માલપુર તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાંથી પોલીસે શોધી કાઢ્યો હતો નવજાત બાળક ત્યજી દેનાર માતા સગીરા હોવાનું જાણી પોલીસ પણ ચોંકી ઉઠી હતી અને માલપુર પોલીસ સ્ટેશન સગીરા માતા અને તેના પરિવારને બોલાવી સઘન પૂછપરછ હાથધરી છે બાળકીને ત્યજી દેનાર સગીરા માતા ના અનૈતિક સંબધોમાં સગર્ભા બની કે પછી દુષ્કર્મનો ભોગ બની સહીત અનેક પાસાઓ પર હાલ સમગ્ર પંથકમાં ચર્ચા ચાલી રહી છે સગીરા માતાએ જે સ્થળે બાળકીને જન્મ આપ્યો ત્યાંથી મુખીના મુવાડા ગામના ખેતરમાં કોણ મૂકી આવ્યું સહીત અને યક્ષ પ્રશ્નોના જવાબ મેળવવા પોલીસે સઘન પૂછપરછ હાથધરી છે