GUJARATNAVSARI

Navsari: નવસારી ખાતે આગામી ટેક્સટાઈલ પાર્ક 3 લાખથી વધુ રોજગારીની તકોનું સર્જન કરશે

મદન વૈષ્ણવ-નવસારી

*VGGS 2024 પહેલા ટેક્સટાઇલ સેક્ટરમાં નોંધપાત્ર રોકાણો સાથે વિવિધ એમઓયુ પર હસ્તાક્ષર કરવામાં આવી રહ્યા છે*કાપડ ઉદ્યોગમાં ગુજરાતનો લાંબો ઇતિહાસ, કુશળતા અને વિશાળ વારસો છે. આ વારસાનો સારો ઉપયોગ કરીને, ગુજરાતે રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે મજબૂત કાપડ સપ્લાયર તરીકે પોતાની ઓળખ ઉભી કરી છે. સમગ્ર દેશમાં ગુજરાત કપાસના ઉત્પાદનમાં મોખરે છે. અહીં અંદાજે 25.54 લાખ હેક્ટર જમીનમાં કપાસનું ઉત્પાદન થાય છે. માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ ગુજરાતના મુખ્યમંત્રી તરીકેના તેમના કાર્યકાળ દરમિયાન ટેક્સટાઈલ ક્ષેત્રમાં રહેલા એક મોટા પડકારને ઓળખ્યો હતો. તેમણે અવલોકન કર્યું કે ખંડિત ઉત્પાદન સાંકળોને કારણે લોજિસ્ટિક્સ ખર્ચમાં વધારો થાય છે, જેના કારણે ઉત્પાદન ખર્ચ વધે છે.

માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના 5F વિઝનને અનુરુપ (ફાર્મથી, ફાઇબરથી, ફેક્ટરીથી, ફેશનથી, ફોરેનર સુધી), PM MITRA (પ્રધાનમંત્રી મેગા ઇન્ટિગ્રેટેડ ટેક્સટાઇલ રિજન એન્ડ એપેરલ) પાર્ક યોજના એ ભારત સરકાર દ્વારા ભારતનું કાપડ ક્ષેત્રમાં ક્રાંતિ લાવવા માટે એક મોટું પગલું છે.

*PM MITRA પાર્ક:*

PM MITRA પાર્ક ગુજરાત, તમિલનાડુ, તેલંગાણા, કર્ણાટક, મધ્યપ્રદેશ, ઉત્તર પ્રદેશ અને મહારાષ્ટ્ર જેવા મુખ્ય રાજ્યોમાં સ્થાપિત કરવામાં આવશે. ₹70,000 કરોડના મૂડીરોકાણ અને 20 લાખ નોકરીઓનું સર્જન કરવાની સંભાવના સાથે, PM મિત્ર પાર્ક માત્ર આર્થિક પુનરુત્થાન જ નહીં પરંતુ ભારતના ટેક્સટાઇલ ઉદ્યોગમાં એક આદર્શ પરિવર્તન પણ લાવશે. 7 PM MITRA પાર્કની સ્થાપનામાં ગ્રીનફિલ્ડ અને બ્રાઉનફિલ્ડ બંને સાઇટ્સનો સમાવેશ થાય છે.

ગુજરાતમાં PM MITRA પાર્ક:

માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે માનનીય વડાપ્રધાનશ્રીના ‘આત્મનિર્ભર ભારત’ વિઝનને સાકાર કરવાની દિશામાં એક મહત્વપૂર્ણ પગલું ભર્યું છે. માનનીય મુખ્યમંત્રીશ્રીના નેતૃત્વ હેઠળ રાજ્ય સરકારે 462.75 હેક્ટરમાં ફેલાયેલા વાંસી બોરસી, નવસારીમાં PM MITRA પાર્કની સ્થાપના માટે ભારત સરકાર સાથે સફળતાપૂર્વક એમઓયુ પર હસ્તાક્ષર કર્યા છે. આ પ્રયાસ સમગ્ર ટેક્સટાઇલ વેલ્યુ ચેઇનને એકીકૃત કરશે. સ્પિનિંગ અને વીવિંગથી માંડીને ડાઈંગ, પ્રિન્ટિંગ અને ગાર્મેન્ટ મેન્યુફેક્ચરિંગ સુધી, બધું એક જ સ્થાને રાખવામાં આવ્યું છે. PM મિત્ર પાર્ક 3,00,000 થી વધુ નોકરીઓનું સર્જન કરશે, જે ગુજરાતની અર્થવ્યવસ્થામાં નોંધપાત્ર વધારો કરશે. સ્થાનિક હકારાત્મક અસરો ઉપરાંત, તે ભારતના કાપડ ઉદ્યોગની સ્પર્ધાત્મકતા વધારશે અને વૈશ્વિક રોકાણકારોને આકર્ષિત કરશે.

સુરતથી માત્ર 55 કિલોમીટર અને સુરત એરપોર્ટથી 66 કિલોમીટર અંતરે આવેલા PM MITRA પાર્કને  હજીરા બંદરની સુવિધાજનક ઍક્સેસ છે. આ પાર્ક નવસારી રેલ્વે સ્ટેશન સાથે પણ સારી રીતે જોડાયેલ છે, જે માત્ર 19 કિલોમીટર દૂર છે. વધુમાં, પાર્કની અસાધારણ કનેક્ટિવિટી સૂચિત ડેડિકેટેડ ફ્રેઈટ કોરિડોર (DFC) દ્વારા મુંબઈ અને દિલ્હી જેવા મોટા શહેરો સુધી જોડે છે, જે તેની ઍક્સેસિબિલિટી અને લોજિસ્ટિકલ ફાયદાઓને વધારશે.

તાલીમ અને સંશોધન સુવિધાઓ ઉપરાંત, નવસારીમાં બનાવવામાં આવનાર પાર્કમાં ‘પ્લગ-એન્ડ-પ્લે’ ઈન્ફ્રાસ્ટ્રક્ચર પણ હશે જે રાજ્યના દરિયાઈ વેપારને વધારશે અને ગુજરાતની નિકાસ પર અસર કરશે. માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે એ વાત પર ભાર મૂક્યો છે કે આ પીએમ મિત્ર પાર્ક ‘મેક ઇન ઇન્ડિયા’ અને ‘મેક ફોર ધ વર્લ્ડ’ના વિઝનનું મૂર્ત સ્વરૂપ છે, જેનો ઉદ્દેશ ઇન્ફ્રાસ્ટ્રક્ચર, સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય વેપાર અને રસાયણો વગેરે જેવા ક્ષેત્રોમાં વ્યાપક અસરો સાથે કાપડ ઉદ્યોગને વિકાસની દિશામાં આગળ લઈ જવાનો છે.

નવસારીમાં પીએમ મિત્ર પાર્કનો વિકાસ બે તબક્કામાં થશે. પહેલા તબક્કામાં CETP અને ટર્શરી ટ્રીટમેન્ટ સાથે 404 હેક્ટરમાં જીનીંગ, સ્પિનિંગ, ગાર્મેન્ટિંગ, ટેક્નિકલ ટેક્સટાઇલ અને વીવિંગ એકમોનો સમાવેશ થાય છે. બીજા તબક્કામાં CETP અને ડીપ-સી ડિસ્ચાર્જ સાથે 58 હેક્ટરથી વધુના ડાઇંગ અને પ્રિન્ટિંગ એકમોનો સમાવેશ થાય છે. આ ઈન્ટિગ્રેટેડ પાર્કમાં રૂ.10,000 કરોડથી વધુના રોકાણોની શક્યતા છે, જેના કારણે વાર્ષિક રૂ. 25,000 થી 30,000 કરોડના કાપડનું ઉત્પાદન થશે. આ સાથે, ગુજરાતના એપેરલ સેક્ટરનું યોગદાન 3% થી વધીને 5% થવાની ધારણા છે. એકંદરે કાપડનું ઉત્પાદન 18% થી વધીને 22% થવાનો અંદાજ છે અને આ ક્ષેત્રની નિકાસ 12% થી વધીને 15% થવાનો અંદાજ છે.

છેલ્લા બે દાયકામાં, વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટે (VGGS) ગુજરાતના ટેક્સટાઇલ સેક્ટરમાં નોંધપાત્ર રોકાણો માટેનું પ્લેટફોર્મ પૂરું પાડવામાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે. તે સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય ઉદ્યોગ અગ્રણીઓને એકસાથે લાવે છે, ગુજરાતમાં ટેક્સટાઇલ ઉદ્યોગમાં પ્રોજેક્ટ માટે ભાગીદારી બનાવે છે.

આદરણીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળની રાજ્ય સરકારે બિઝનેસ કરવા માટે સરળતા સાથે રોકાણકારોને અનુકૂળ વાતાવરણ પૂરું પાડ્યું છે. VGGS 2024 પહેલા, ગુજરાત સરકારે તાજેતરમાં ટેક્સટાઇલ અને એપેરલ મેન્યુફેક્ચરિંગ કંપનીઓ સાથે 10 કરારો કર્યા છે, જેમાં વર્લ્ડવાઈડ સેફ્ટી પ્રાઈવેટ લિમિટેડ, હેમી વિવેલન પ્રા.લિ. લિ., એલબી ટેક્સ પ્રાઇવેટ લિમિટેડ, જનરલ પોલિટેક્સ પ્રા. લિ., એપીએલ કોર્પોરેશન પ્રા. લિ., શ્રી શ્યામ ફેશન ઈન્ડિયા પ્રાઈવેટ લિમિટેડ, એસએમએલ ફિલ્મ્સ લિ., આકાશ પોલી ફિલ્મ્સ લિ., રૂપમ ઈકો ગ્રીન ટેક્સટાઈલ પાર્ક, કંસલ સ્પિનિંગ મિલ્સ પ્રાઈવેટ લિ. નો સમાવેશ થાય છે. આ કરારોનું સંયુક્ત મૂલ્ય રૂ. 2,844.93 કરોડ છે, જે વણાટની પ્રોડક્ટ્સ, વિસ્કોસ અને પોલિએસ્ટર સ્ટેપલ યાર્ન, પોલિએસ્ટર ફિલ્મો તેમજ સંયુક્ત કાપડ એકમો અને ડેનિમ ડાઇંગ અને પ્રોસેસિંગ એકમોના ઉત્પાદન સાથે સંબંધિત છે. સુરત, અમદાવાદ અને આસપાસના વિસ્તારોમાં પ્રસ્તાવિત પ્રોજેક્ટ્સ 2025 સુધીમાં કાર્યરત થવાની અપેક્ષા છે અને તેનાથી 11,400 થી વધુ રોજગારીની તકો ઊભી થવાની અપેક્ષા છે.

નવસારી ખાતે PM મિત્ર પાર્ક માટેની મંજૂરી અને ફાળવણી એ માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી દ્વારા નિર્દેશિત અને માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ડબલ એન્જિન સરકારના ઉત્તમ સંકલનનું પ્રત્યક્ષ ઉદાહરણ છે.

ગુજરાતની ટેક્સટાઇલ પોલિસીએ ટેક્નોલોજીકલ અપગ્રેડેશન, કૌશલ્ય વિકાસ અને ટેક્સટાઇલ પાર્કના વિકાસને પ્રોત્સાહન આપ્યું છે. તેના કારણે IT, ITeS, રોબોટિક્સ, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ અને અન્ય ઘણા ક્ષેત્રોમાં પ્રગતિ તરફ થઈ રહી છે. કાપડ ક્ષેત્રની સાથે આ ક્ષેત્રોમાં, ગ્રામીણ રોજગાર અને મહિલા સશક્તિકરણ પર વિશેષ ધ્યાન આપવામાં આવ્યું છે, જે આ પાસાઓ માટે કાપડ ક્ષેત્રને સૌથી વધુ ગતિશીલ બનાવે છે.

[wptube id="1252022"]
Back to top button