
તા.૨૦.૧૨.૨૦૨૩
વાત્સલ્યમ્ સમાચાર
અજય સાંસી દાહોદ 
Dahod:દાહોદ ની પંચમહાલ ડીસ્ટીક કો.ઓ બેકં દ્વારા દાહોદ ખાતે ગોદીરોડ શાખાનો શુભારંભ કરવામાં આવ્યું
દાહોદ. દાહોદ. પંચમહાલ તથા મહીસાગર જીલ્લા ની કરોડરજ્જુ સમાન પ્રગતિશિલ ધી પંચમહાલ ડીસ્ટીક કો.ઓપ બેકં લિ ગોધરા દ્વારા ગોદીરોડ તથા જી.આઈ.ડી.સી તથા નજદીક ના વિસ્તારમાં નાણાંકીય ક્ષેત્રે બેકિંગ સુવિધાઓ મળી રહે તે માટે દાહોદ ના લોકપ્રિય ધારાસભ્ય અને પંચમહાલ બેકં ના ડીરેક્ટર કનૈયાલાલ કીશોરી ડીરેક્ટર પ્રફુલ્લ ભાઈ પંડ્યા તથા ગરબાડા ના આગેવાન અને ડીરેક્ટર પ્રજીતસિહ રાઠોડ દાહોદ જીલ્લા સહકારી મુદ્વણાલય ના ચેરમેન અને સહકારી આગેવાન ડો નરેશભાઈ ચાવડા ની ઉપસ્થિતિમાં ગોદીરોડ શાખા નો શુભારંભ કરવામાં આવ્યો. આ પ્રસંગે ઉપસ્થિત ધારાસભ્ય કનૈયાલાલ કીશોરી એ પ્રાસંગિક ઉદબોધન દ્વારા જણાવ્યું કે પંચમહાલ બેકં આજે ઉતરોતર પ્રગતિ કરી રહી છે ત્યારે આ શાખા નો મહતમ સુવિધાઓ નો લાભ લેવા જણાવ્યું હતુ ઉપસ્થિત મહાનુભાવો એ પ્રાસંગિક પ્રવચન કરયુ હતુ આ પ્રસંગે પંચમહાલ બેક ના નિવૃત્ત જનરલ મેનેજર રાજુભાઇ ભટ્ટ સહિત સહકારી સંસ્થા ઓ ના હોદદેદારો પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા. પંચમહાલ બેકં ની વિગતવાર માહિતી દાહોદ શાખા ના મેનેજર વિપુલભાઈ વ્યાસે આપી હતી સમગ્ર કાયૅક્મ નુ સંચાલન શાખા ના દીવ્યાગ ભટ્ટે કરયુ હતુ









