
વિજાપુર રાજવી રો હાઉસ ખાતે મહિલાએ કરેલી આપઘાત ના મામલે સાસરીયા વિરુદ્ધ ફરીયાદ નોંધાઈ
પતિના પરાઈ સ્ત્રી જોડે અનૈતિક સબંધો ના કારણે મહિલાએ જીવન ટૂંકાવ્યું 
વાત્સલ્યમ સમાચાર
સૈયદજી બુખારી વિજાપુર
વિજાપુર રાજવી રો હાઉસ ખાતે ગઈકાલ બુધવાર ના રોજ બપોરે ગાળામાં દુપટ્ટો બાંધીને કરેલી આત્મહત્યા ના મામલે પોલીસ મથકે સાસરી પક્ષના પતિના પરાઈ સ્ત્રી જોડે અનૈતિક સંબધો અને સસરા અને નણંદ દ્વારા માનસીક શારીરિક ત્રાસના મામલે મૃતક મહિલાની સાસરી પક્ષના ત્રણ જણા સામે પોલીસ મથકે ફરીયાદ નોંધાઈ છે. પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે આ અંગે પોલીસ સૂત્રો પાસેથી મળતી માહીતી મુજબ રણાસણ ગામે રહેતા મહેશભાઈ જીવણલાલ રાવલ ની મોટી દીકરી બીનાબેન રાવલ ના લગ્ન વર્ષ 2004 માં સમાજના રીતી રીવાજ મુજબ ઘનશ્યામભાઈ રાવલના દીકરા હરેશ રાવલ જોડે થયા હતા લગ્નના થોડો સમય સારું ચાલતું હતુ આ લગ્ન દરમ્યાન તેઓને બાળકો થયેલા આ બાળકો ને પણ તેના પતિ થતા સસરા ઘનશ્યામભાઈ તેમજ નણંદ આરતી બેન મળવા દેતાન હતા.આ અગાઉ બીનાબેન ને મારઝૂડ કરી વધુ ત્રાસ આપતા હોવાથી આઠ વર્ષ અગાઉ ગાંધીનગર મહીલા પોલીસ મથકે ફરીયાદ નોંધાવી હતી. પરંતુ દીકરીનો પરિવાર સારું ચાલે તે ખાતીર સમાજના લોકોએ ભેગા થઈ સમાધાન કરાવેલ તેમ છતાં સુરેન્દ્રનગર પાસે ના હળવદ ખાતે શિક્ષક તરીકે નોકરી કરતા હરેશ રાવલ પોતાની પત્ની ને છોડીને અન્ય પર સ્ત્રીઓ જોડે અનૈતિક સંબધો ચાલુ રાખી મારઝૂડ કરી બાળકોને પણ પોતાની માતા થી અળગા રાખી માનસીક શારીરિક ત્રાસ ચાલુ રાખી અને સસરા ઘનશ્યામભાઈ રાવલ કે જેઓનું ઘર શિક્ષિત ગણાતુ હોવા છતાંય પુત્ર ને સાથ આપી પુત્રવધૂ બીનાબેન રાવલને માનસીક ત્રાસ આપતા બીનાબેન રાવલે પોતાના ઘેર ગળા માં દુપટ્ટો બાંધી મોત વ્હાલું કરતા મૃતક ના પિતા મહેશભાઈ જીવણભાઈ રાવલે દીકરીના સાસરી પક્ષ ત્રણ જણા સામે માનસીક ત્રાસ શારીરિક ત્રાસ તેમજ મૃતક મહિલા ના પતિના પરાઈ સ્ત્રીઓ જોડેના અનૈતિક સંબધો થી દુઃખી થઈ ને આપઘાત કર્યું હોવાની મૃતક મહિલાના પતિ હરેશ કુમાર ઘનશ્યામભાઈ રાવલ સસરા ઘનશ્યામભાઈ કાંતિભાઈ રાવલ તેમજ આરતીબેન જીજ્ઞેશ ભાઈ રાવલ સામે પોલીસ મથકે ફરીયાદ નોંધાઈ છે પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે





