AHAVADANG

ડાંગ જિલ્લાનાં શેરડી કાપણી કરનાર મજુર – મુકાદમો એ પોતાના પ્રશ્નો ને લઈને ત્રણ ઠરાવ મંજૂર કર્યા..

વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ-ડાંગ

ડાંગ જિલ્લાના શેરડી કાપણી કરનાર મજૂરો અને મુકાદમોની મીટીંગ યોજવામાં આવી હતી. જેમાં સુગર ફેકટરીઓ   દ્વારા લઘુત્તમ વેતન મુજબનું વેતન ચુકવણું કરવામાં આવેલ ન હોવાથી મજૂરોએ અને મુકાદમોએ ત્રણ જેટલા ઠરાવ કર્યા હતા.આંતરરાષ્ટ્રીય મજૂર દિવસની ઉજવણીના ભાગરૂપે મજૂર અધિકાર મંચ દ્વારા શેરડી કાપણી કરનાર મજૂરો અને મુકાદમોની મીટીંગ શબરી રિસોર્ટ ખાતે યોજવામાં આવી હતી. જેમાં સરકારનાં લઘુત્તમ વેતન મુજબના વેતન ચુકવણા કરવામાં આવેલ નથી તે બાબતે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી.તેમજ સરકાર દ્વારા ૪૭૬ રૂ.પ્રતિ ટન લઘુત્તમ વેતન મંજુર કરવામાં આવેલ છે પરંતુ ૧૦૧ રૂ. પ્રતિ ટન પ્રમાણે કપાત કરી મજૂરોને ૩૭૫  રૂ. પ્રતિ ટનથી હિસાબ કરી વેતન ચુકવણું કરીને તમામ સુગર ફેક્ટરીઓએ ૯૧ કરોડ રૂપિયાની ગફલત કરી છે.અને ગરીબ આદિવાસી મજૂરોનું શોષણ કરવામાં આવેલ છે તેવા આક્ષેપો મજુર અધિકાર મંચ દ્વારા કરવામાં આવ્યા હતા.ત્યારે આ મીટીંગમાં સર્વાનુમતે ત્રણ જેટલા ઠરાવ કરવામાં આવ્યા હતા. જેમાં ૧. ગત સીઝન ૨૦૨૩-૨૪ માં ૧૦૧ રૂ. પ્રતિ ટનની ગેરકાયદેસર કપાસ સામે ગુજરાત હાઇકોર્ટમાં તમામ સુગર ફેક્ટરીઓ સામે કાયદેસરની કાર્યવાહી કરવા, ૨. આગામી સિઝન માટે તમામ સુગર ફેક્ટરીઓનું મેનેજમેન્ટ  તા.૧૧/૦૫/૨૦૨૪ સુધી સુબીર ખાતે આવીને લઘુત્તમ વેતન મુજબના વેતન ચુકવણા અને મુકાદમને અલગથી કમિશન આપવા બાબતે લેખિતમાં આશ્વાસન આપે ત્યાં સુધી કોઈ કરાર કરવામાં આવશે નહીં, ૩. સુગર ફેક્ટરી દ્વારા ૯૧ કરોડ રૂપિયાની ઉચાપત કરી મજૂરોનું શોષણ કર્યું હોવા છતાં પણ રાજકીય પક્ષો દ્વારા આ મામલે ગંભીર દાખવવામાં આવેલ નથી જેના કારણે મજૂરોમાં રોષ છે.જેથી આજરોજ  કુલ ત્રણ જેટલા ઠરાવ કરવામાં આવ્યા હતા..

[wptube id="1252022"]

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button