DAHODFATEPURAGUJARAT

Fatepura : DYSP ના અધ્યક્ષસ્થાને અને ફતેપુરા PSI ની ઉપસ્થિતિમાં ફતેપુરા પો. મથક વિસ્તારમાં ટ્રાફિક ડ્રાઇવ યોજાઇ.

જુનેદ પટેલ-ફતેપુરા

ફતેપુરા તાલુકાના મુખ્ય મથક ફતેપુરાના વિવિધ વિસ્તારોમાં ઝાલોદ વિભાગના DYSP ડી.આર. પટેલ દ્વારા ફતેપુરા પોલીસ મથકના PSI જે.બી. તડવીની ઉપસ્થિતિમાં ટ્રાફિક ડ્રાઈવ યોજાઈ હતી. જેમાં નમ્બર પ્લેટ,હેલ્મેટ, લાયસન્સ, વાહનોના ડોક્યુમેન્ટ, ની તપાસ હાથ ધરવામાં આવી હતી. ટ્રાફિકના નિયમોનું ભંગ કરતા વાહનચાલકો સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હતી. ફતેપુરા તાલુકામાં આવેલ આંતરરાજ્ય બોર્ડર પાટવેલ બૉર્ડર ચેકપોસ્ટ પરથી ગુજરાતની હદમાં પ્રવેશતા વાહનોની ચેકીંગ હાથ ધરાઈ હતી. DYSP પટેલ દ્વારા વાહનચાલકોને ટ્રાફિકના નિયમોનું પાલન કરવા સૂચનો તેમજ જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.

[wptube id="1252022"]
Back to top button