GUJARATMORBIMORBI CITY / TALUKO

MORBI:મોરબી ધાડ અને લૂંટના બનાવને અંજામ આપે તે પહેલા પોલીસે ફિલ્મીઢબે પીછો કરી કારમાં સવાર સાત પૈકી ત્રણને દબોચી લીધા

મોરબી: ધાડ અને લૂંટના બનાવને અંજામ આપે તે પહેલા પોલીસે ફિલ્મીઢબે પીછો કરી કારમાં સવાર સાત પૈકી ત્રણને દબોચી લીધા

મોરબી તાલુકા પોલીસ સ્ટાફે લૂંટ ધાડના ઇરાદે કારમાં નીકળેલ ધાડપાડુ ગેંગને ફિલ્મીઢબે કારનો પીછો કરી કારમાં સવાર સાત પૈકી ગેંગના ત્રણ સભ્યોને દબોચી લેવામાં આવ્યા હતા. પોલીસે કારની તલાસી લેતા કારમાંથી ચોરીના કામમાં ઉપયોગમાં લેવાતા સાધન-સામગ્રી મળી આવતા પકડાયેલ ધાડપાડું ગેંગના ત્રણ સભ્યો તથા ફરાર થઇ ગયા કે જેઓ કારમાં સાથે હોય તે અન્ય ચાર એમ મળી કુલ સાત સામે ગુન્હો દાખલ કરી બાકીના ગેંગના સભ્યોને પકડી પાડવા તજવીજ હાથ ધરી છે.પ્રાપ્ત માહિતી અનુસાર મોરબી તાલુકા પોલીસ ટીમ નાઈટ રાઉન્ડ પેટ્રોલિંગમાં હોય તે દરમિયાન મોરબી-માળીયા હાઇવે લક્ષ્મીનગર ગામ પાસે શંકાસ્પદ સેવરોલેટ કાર નીકળતા તેનો ફિલ્મીઢબે પીછો કરી લક્ષ્મીનગર ગામની સીમમાં અન્નપૂર્ણા હોટલ નજીક કાર ઉભી રખાવતા કારમાં સવાર માણસો ભાગાદોડી કરવા લાગતા ગેંગના પૈકી ત્રણ સભ્યોને દબોચી લેવામાં આવ્યા હતા. આ સાથે કારની તલાસી લેતા કારમાંથી ચોરી-ધાડ પાડવામાં ઉપયોગમાં લેવાતા લોખંડનું કટ્ટર, લોખંડની ગણેશીયો, બે મોટા ડિસમિસ, માથામાં પહેરવાની ટોર્ચ સહિતના સાધન-સામગ્રી તથા સેવરોલેટ કાર રજી.જીજે-૧૮-બીએચ-૪૪૭૪ સહિતનો મુદામાલ કબ્જે કર્યો હતો.આ સાથે પકડાયેલ ધાડપાડું ગેંગના ત્રણ સભ્યો કૈલાસભાઇ પારસીંગ ભુરીયા ઉવ.૩૧ રહે. ફુટતાલાબ મધ્યપ્રદેશ, પ્યારસીંગ ઉર્ફે ભગત રણજીત વસુનીયા ઉવ.૪૫ રહે. મયાવાટ નંદીદડી ફળીયુ મધ્યપ્રદેશ, જયદીપ રણુભાઇ બામનીયા ઉવ.૨૪ રહે. કોરીયાપાન, તાડફળીયુ, તા.ભાભરા મધ્યપ્રદેશ તથા નાસી ભાગી ગયા તે ગેંગના અન્ય ચાર સભ્યો વિજય રૂપસીંગ ભુરીયા રહે.ફુટતાલાબ મધ્યપ્રદેશ, મુકેશ દલસીંગ અમલીયાર રહે.વાઘાટી ફુટતાલાબ મધ્યપ્રદેશ, પપ્પુ બુલુર આદીવાસી રહે. ખાણીયામ્બા મધ્યપ્રદેશ, ભાયા નકતા આદીવાસી રહે. ખાણીયામ્બા મધ્યપ્રદેશ તમામ વિરુદ્ધ મોરબી તાલુકા પોલીસ મથકમાં આઇપીસી ૩૯૯ કલમ હેઠળ ગુન્હો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

[wptube id="1252022"]
Back to top button