
વાત્સલ્ય સમાચાર આસીફ લુણાવાડા
પીએમશ્રી બ્રાન્ચ શાળા નં.૫,લુણાવાડામાં પ્રિ-વૉકેશનલ અંતર્ગત વાનગી આનંદમેળો યોજાયો

પીએમશ્રી બ્રાન્ચ શાળા નં.૫,લુણાવાડા ખાતે બૅગલેસ ડે (પ્રિ-વૉકેશનલ)અંતર્ગત શાળાના હેડટીચર હારીશભાઈ એ શેખ ના માર્ગદર્શન હેઠળ વાનગી આનંદમેળાનુ આયોજન ખલીલભાઈ શેખ દ્વારા કરવામાં આવ્યું.૫૫ જેટલા સ્ટોલમાં બાળકોએ પોતાની જુદી જુદી વાનગીની આઈટમો ગોઠવી ઉત્સાહભેર ભાગ લીધો હતો.આજુબાજુમા આવેલી સર્વોદય, બ્રાન્ચ શાળા-૪, મદની શાળા,હાજી જી. યુ. પટેલ હાઈસ્કૂલ તથા આંગણવાડીના બાળકોએ નાસ્તા ખરીદીનો લાભ લીધો હતો.તમામ સ્ટોલની મુલાકાત સેન્ટરમાં આવેલી શાળાઓના આચાર્ય અને સર્વોદય શાળાના શિક્ષકોએ તથા પણ લીધીલીધી.
આ પ્રવૃત્તિના લીધે બાળકો જાતે વેચાણ કરી,જાતે હિસાબ કરી શકે છે અને નફા-નુકશાનને સમજી શકે છે.સ્વચ્છતા જાળવતા શીખી શકે છે.
આમાં સહ-સહાયક તરીકે રીયાઝભાઈ,બીપીનભાઈ, આસિફભાઈ,અમૃતાબેન, હિતેશભાઈ, નયનાબેન જે.રમેશભાઈ વિગેરેએ ભુમિકા બજાવી હતી. સાથે સલીમભાઈ, નયનાબેન એ.,ભારતીબેન, ભુરીબેન,સુમૈયાબેન,રફિકખાન, ઝૈનબબેન, રેખાબેન પટેલ,ઉર્મિલાબેન, જયંતિભાઇ અને રેખાબેન પણ મદદરૂપ થયા હતા. સી.આર.સી.કૉ.ઓર્ડિનેટર મોહસીનભાઈ અને એસ. એમ.સી.અધ્યક્ષ સુહેલભાઈ એ બધાને બિરદાવ્યા હતા.









