GUJARATRAJKOTRAJKOT CITY / TALUKO

Upleta: ઉપલેટા તાલુકાના કેરાળા અને રાજ૫રા ગામે ચુનાવ પાઠશાલાનું આયોજન કરાયું

તા.૧૫/૪/૨૦૨૪

વાત્સલ્યમ્ સમાચાર

અમુ સિંગલ જેતપુર

મતદાન જાગૃતિ અભિયાન અંતર્ગત વકતૃત્વ અને કવીઝ સ્પર્ધા યોજાઈ: રેલી થકી બાળકોએ આપ્યો “અચૂક મતદાન”નો સંદેશ

Rajkot, Upleta: લોકસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૪માં આગામી તા. ૭ મે ૨૦૨૪ના રોજ મતદાન યોજાશે. લોકશાહીના મહાપર્વમા રાજકોટ જિલ્લાના વધુને વધુ મતદારો મતદાન કરી પોતાની નૈતિક ફરજ બજાવે તે માટે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા વિવિધ કાર્યક્રમો યોજી લોકોને જાગૃત કરવામાં આવી રહ્યા છે. સ્વીપના નોડલ તથા અધિક કલેકટર શ્રી જિજ્ઞાસા ગઢવીના માર્ગદર્શન હેઠળ ઉપલેટા તાલુકાના કેરાળા અને રાજ૫રા ગામે ચુનાવ પાઠશાલાનું આયોજન કરવામાં આવ્યું હતું. જે અન્વયે મતદાન જાગૃતિ અભિયાન અંતર્ગત રેલી, વકતૃત્વ સ્પર્ધા, કવીઝ સ્પર્ધા તથા સભાનું આયોજન કરવામાં આવ્યું હતું.

આ સ્પર્ધામાં શાળાના વિદ્યાર્થીઓ દ્વારા મોટી સંખ્યામાં ભાગ લઈ “મતદાન આપણી પવિત્ર ફરજ”, “લોકશાહીનું મહાપર્વ ચૂંટણી” જેવા વિષયો પર સમૂહ ચર્ચા કરવામાં આવી હતી તથા વિદ્યાર્થીઓએ “મતદાન મારો ધર્મ”, “હું તો મતદાન કરીશ જ” જેવા વિષયો પર વકતૃત્વ આપ્યું હતું. કાર્યક્રમમાં સરકારી શાળાએથી રેલી કાઢવામાં આવી હતી. ગામના નાગરિકોને મતદાન કરવા માટે માર્ગદર્શન આપી, ગામના વરિષ્ઠ મતદારો પણ અવશ્ય મતદાન કરે તે માટે સમજુત કરવામાં આવ્યા હતા. રેલી દ્વારા શાળાના વિદ્યાર્થીઓએ ગ્રામજનોને અવશ્ય મતદાન કરવાનો સંદેશો આપ્યો હતો. વિદ્યાર્થીઓએ મતદાન શપથ ગ્રહણ કરી પોતાના પરિવારજનોને મતદાન કરવા પ્રેર્યા હતા.

અત્રે ઉલ્લેખનીય છે કે, હાલ આગામી લોકસભા ચૂંટણી-૨૦૨૪ અનુસંધાને સ્વીપ દ્વારા વધુ ને વધુ લોકોને “મતદાન એ મહાદાન”નો મંત્ર આપી દેશના મહાપર્વમા યોગદાન આપવા જાગૃત કરવામાં આવી રહ્યા છે.

[wptube id="1252022"]

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button