
દેડીયાપાડાના ઉમરાણ ગામે ખાતે વિકસિત સઁકલ્પ યાત્રા યોજાય.

તાહિર મેમણ – વિકસિત ભારત સંકલ્પ યાત્રા બીજા તબકકામાં નર્મદા જિલ્લાના વિવિધ ગામોમાં ભ્રમણ કરી રહી છે. ત્યારે નર્મદા જિલ્લામાં દેડીયાપાડા તાલુકાના ઉમરાણ ગામે વિકસિત ભારત સંકલ્પ યાત્રા આવી પાહોંચતા ગ્રામજનોએ ભવ્ય સ્વાગત કર્યું હતું.
દેશને વિકસિત અને આત્મનિર્ભર બનાવવાની સામુહિક શપથ લીધી હતી. સાથે સંકલ્પ રથના માધ્યમથી સરકારની વિવિધ યોજનાઓની માહિતીસભર શોર્ટ ફિલ્મ નિહાળી હતી.
આ પ્રસંગે ગામનાં સરપંચ ફતેસિંગભાઈ વસાવા, ગ્રામ પંચાયત સદસ્ય ગામના આગેવાનો, જિલ્લા બાંધકામ સમિતિ ચેરમેન તાલુકા વિકાસ અધિકારી એ.ટી.ડી, જિલ્લા ખતીવાડી અધિકારી જિલ્લા એપેડેમિક અધિકારી ડો.કશ્યપભાઈ સહિત ગ્રામજનો હાજર રહ્યાં હતાં.
[wptube id="1252022"]









