HALOLPANCHMAHAL
હાલોલ ખાતે ભારતીય બંધારણનાં ઘડવૈયા ડૉ.ભીમરાવ આંબેડકર ની 132 મી જન્મજયંતિની ઉજવણી કરાઇ.

તા.૧૪.એપ્રિલ
વાત્સલ્યમ સમાચાર
કાદીર દાઢી.હાલોલ
હાલોલ નગરમાં ભારતીય બંધારણના ઘડવૈયા અને ભારત રત્ન ડૉ.ભીમરાવ બાબા સાહેબ આંબેડકર ની 132 મી જન્મજયંતિ નિમિતે હાલોલ નગરપાલિકાના તમામ સફાઈ કામદારો, તેમજ સ.કા. ટીમલીડરો, ડ્રાઈવરો તેમજ મજૂરો તથા પંચમહાલ જિલ્લા વા.સ. પ્રમુખ નવીનભાઈ જાદવ તેમજ હસમુખભાઇ.એન.પરમાર તેમજ સમગ્ર વાલ્મિકી સમાજ દ્વારા જન્મ જ્યંતી ની ઉજવણી કરવામાં આવી હતી.જેમાં હાલોલ ભાજપ પ્રમુખ ડૉ. સંજયભાઇ પટેલ તેમજ વોર્ડ નં.6 ના મા.કોર્પો.શૈલેષભાઇ પટેલ તેમજ વોર્ડ નં.9 ના મા.કોર્પો.બંસીભાઇ ભરવાડ તેમજ ભાજપ યુવા મોરચા પ્રમુખ હરીશભાઈ ભરવાડ સહીત અનેક મહા અનુભવો એ હાજરી આપી પ્રોગ્રામને સફળ બનાવ્યો હતો.તેમાં ઉપરોક્ત તમામ કર્મચારીઓએ આભાર વ્યક્ત કર્યો હતો.

[wptube id="1252022"]









