
વાત્સલ્ય સમાચાર આસીફ લુણાવાડા

લુણાવાડા દારૂલ ઉલુમ ખાતે દસ્તારબંદી તેમજ વાર્ષિક ઈનામી જલ્સો યોજાયો
દારુલ ઉલુમ મદ્રસા અરબીયા તાલીમુલ મુસ્લિમીન લુણાવાડા નો “વાર્ષિક ઈનામી” તેમજ “દસ્તારબંદી”
નો જલ્સો આજ રોજ તારીખ 18.02.2024 ને રવિવારના રોજ સવારે 9.00 વાગે દારૂલ ઉલુમ ના વિશાળ મેદાનમાં રાખવામાં આવ્યો હતો
જ્યારે આ મુબારક પ્રસંગે મોટી શખસિયત હઝરત મૌલાના મુહમ્મદ ખાલિદ નદવી ગાજીપુરી સાહેબ (ઉસ્તાદે હદીસ દારૂલ ઉલુમ લખનૌ) હસ્તે આલિમ થનાર 20 ખુશનસીબ તલબાને “દસ્તારે ફઝીલત” તથા “સનદે ફરાગત” અર્પણ કરી હતી તેમજ હાફીઝ થનાર 49 તલબા તથા “કારી” થનાર 12 તલબાને “સનદે તકમીલ” અર્પણ કરી હતી આ મુબારક મજલિસમા અનેક નામાંકિત ઓલમાએ કીરામ પણ હાજર રહ્યા હતા અને મોટી સંખ્યામાં લોકો હાજર રહ્યા હતા
[wptube id="1252022"]









