
વિજાપુર કેપી પટેલ સેકન્ડરી તેમજ એસયુ પટેલ ઉચ્ચતર માધ્યમિક શાળા વિજ્ઞાન પ્રવાહ ધોરણ 11 12 ના વિદ્યાર્થીઓના વાલીજનોની મીટિંગ યોજાઈ
સૈયદજી બુખારી વિજાપુર
વિજાપુર શહેર માં આવેલ કેપી પટેલ સેકન્ડરી તેમજ એસયુ પટેલ ઉચ્ચતર માધ્યમિક શાળા વિજ્ઞાન પ્રવાહ ધોરણ 11/12 માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ ના વાલીઓની મીટિંગ શાળાના મીટિંગ હોલ માં આચાર્ય કંદર્પ ભાઈ પટેલ તેમજ ટ્રસ્ટી જનો ની ઉપસ્થિતિ માં યોજાયું હતુ જેમાં વિજ્ઞાન પ્રવાહ માં અભ્યાસ કરતા શાળાના વિદ્યાર્થીઓ ને મોબાઈલ ફોન નો ઉપયોગ કેવી રીતે અટકાવી શકાય તેમજ શાળાના વિદ્યાર્થીઓ એ કરેલા અભ્યાસ વિગતો પોતાના બાળક પાસેથી કેવી રીતે માહિતી મેળવે તે માટે વાલીજનો ને માર્ગદર્શન આપવા માં આવ્યું હતુ શાળાના આચાર્ય દ્વારા વધુ પ્રમાણ મા મોબાઈલ નો ઉપયોગ બાળકો ના કરે તે માટે તકેદારી રાખવા વાલીજનો ને ટકોર કરી હતી શાળા માં અભ્યાસ કરતો બાળક અભ્યાસ કેવો છે તે માટે વાલી જનોએ મહિના માં એક વખત સમય કાઢી શાળાની મુલાકાત લેવી જેથી બાળક નુ ઘડતર ઊંચું આવી શકે અને અભ્યાસ માં રુચિ વધી શકે અભ્યાસ કરતા બાળકો ઊંચું જ્ઞાન પ્રાપ્ત કરી શકે વાલી જનો પણ પોતાનો બાળક કેવુ અભ્યાસ કરે છે તેની જાણકારી પ્રાપ્ત થાય તેવા હેતુ સાથે વાલીજનો માટે એક મીટિંગ રાખવામાં આવી હતી તેમ શાળાના સૂત્રોએ જણાવ્યું હતું





