સરકારે વિવિધ સખી મેળાઓ થકી એક પ્લેટફોર્મ આપી સ્ત્રીઓને કામકાજ કરી આગળ વધવાનો જરીઓ ઉભો કર્યો છે

સરકારે વિવિધ સખી મેળાઓ થકી એક પ્લેટફોર્મ આપી સ્ત્રીઓને કામકાજ કરી આગળ વધવાનો જરીઓ ઉભો કર્યો છે
મોદીજીની મહેરબાનીથી હું ઘૂંઘટની મર્યાદા વટાવી આગળ વધી રહી છું -અનિતાબેન
આધુનિક યુગમાં ટેકનોલોજી સાથે કદમથી કદમ મિલાવીને ચાલતી નારી શક્તિઓએ ભરતની કળા જાળવી રાખી છે
નથી તું અબળા હવે સબળા બની ઉભી છે,
નારી તું નારાયણી હવે સામાજ્ઞી બની બેઠી છે.
મેલી ઘુંઘટની મર્યાદા હવે વેપાર કરવા ચાલી છે,
નારી તું નારાયણી સદીઓથી કહેવાણી છે.
ઘર ઘૂંઘટ અને ઘરચોળું આ ઉક્તિ વર્ષોથી સ્ત્રી સાથે વણાયેલી છે. પણ આજે સ્ત્રીએ સશક્ત બની ઘૂંઘટની નિરર્થક મરજાદા વટાવી દીધી છે. ધન્ય છે એ સરકારને જેણે નારી શક્તિને એક આગવી ઓળખ અપાવવામાં કોઈ પણ કસર નથી છોડી. મોરબી ખાતે આયોજિત નારીઓ દ્વારા બનાવેલ વસ્તુના વેચાણ માટેનો મેળો નારી શક્તિનીની ઓળખ બન્યું છે. આ સખીમેળામાં અમુક એવા સખીમંડળો પણ છે કે જેની સખીને હજી ઘૂંઘટની મર્યાદામાં રહેવું પડતું હતું. પરંતુ સખીમંડળ યોજનાએ નારીને આ ઘુંઘટની મર્યાદામાંથી બહાર કરીને તેને ખુલ્લું આકાશ જોવાની તક આપી છે.
મોરબીના પ્રાદેશિક સરસ મેળામાં સુરેન્દ્રનગર જિલ્લાના કંકાવટી ગામથી આવેલા અનિતાબેન જણાવે છે કે, હું ભરતકામની સાથે વેસ્ટ માંથી બેસ્ટ વસ્તુઓ બનાવું છું જેવા કે બેડશીટ, કુશન કવર, વોલપીસ, રનર, બેગ,પર્સ વગેરે. અત્યારે અહીં સરસ મેળામાં વેચવા માટે આવી છું. આ પ્રકારના મેળાઓમાં અમને સ્ટોલ ફ્રી મલે છે, રહેવાનું જમવાનું પણ ફ્રી મલે છે અને અન્ય સુવિધાઓ પણ ઘણી સારી મલે છે. સરકારે અમને એક પ્લેટફોર્મ આપી અમને ઘરેથી બહાર લાવી કંઈક કામકાજ કરી આગળ વધવાનો જરીઓ ઉભો કર્યો છે. આ આયોજન ખૂબ જ સરસ છે, મેં આ બધી વસ્તુઓ હાથે જ બનાવેલી છે. મારું એક ફેમિલી જેવું જૂથ છે ધનલક્ષ્મી સખી સ્વ સહાય જૂથ, જે થકી અમે આવી બધી વસ્તુઓ બનાવીએ છીએ. આ વેસ્ટ માંથી બેસ્ટ કામગીરી માટે મને એક એવોર્ડ પણ મળ્યો છે. છેલ્લે અનિતાબેન ખૂબ સરસ વાત કરી કે, અમારે ત્યાં સ્ત્રીઓને ઘૂંઘટમાં રહેવું પડે છે. પણ હું આ ઘૂંઘટની મર્યાદા વટાવી આગળ વધી છું એમાં મારા પરિવારનો મહત્વનો ફાળો છે અને બાકી તો મોદીજીની મહેરબાની છે.
અન્ય દેશના નાગરીકોના જીભે ન હોય એટલા ભરતકામ આ દેશમાં થાય છે. જેને આપણને સદીઓથી એક અલગ ઓળખ આપી છે. જેમા ખાટલી ભરત, સાંકળી ભરત, રબારી ભરત વગેરે ભારતની એક આગવી ઓળખ છે. આજના આધુનિક યુગમાં ટેકનોલોજી સાથે કદમથી કદમ મિલાવીને ચાલતી ભારતની નારી શક્તિઓએ આ ભરતની કળા હજી પણ જાળવી રાખી છે. વિવિધ પ્રકારનું ભરત એ ખાલી ભરત જ નહીં પણ ભારતનો મહાન વારસો છે મહાન વારસાને જાળવવામાં પણ સ્ત્રીઓ સાથે સરકારની પણ મહત્વની ભૂમિકા છે. સરકાર દ્વારા તેમને સવિશેષ પ્રોત્સાહિત કરવામાં આવે છે.