DEDIAPADANARMADA

નારી તુ ના હારી ડેડીયાપાડા “એગ્રી ડ્રોન “અર્પણ સમારોહ યોજાયો 

નારી તુ ના હારી ડેડીયાપાડા “એગ્રી ડ્રોન “અર્પણ સમારોહ યોજાયો

 

તાહિર મેમણ : ડેડીયાપાડા 08/02/2204 – ગુજરાત નર્મદાવેલી ફર્ટિલાઇઝર એન્ડ કેમિકલ લી ,ભરૂચના CSR વિંગ નર્મદાનગર રૂરલ ડેવલોપમેન્ટ સોસાયટી (NARDES-નારદેસ) દ્વારા “એગ્રી ડ્રોન “ નર્મદા જીલ્લાના ડેડીયાપાડા તાલુકાના નવાગામના “નૈત્રી” સ્વસહાય જૂથના સભ્ય “નમો ડ્રોન દીદી “ મનીષાબેન મુકેશભાઇ વસાવાને આપવામાં આવ્યુ હતું. આ માટે તારીખ – 06/02/2024ના રોજ નવાગામ ખાતે “એગ્રી ડ્રોન “ અર્પણ સમારોહ રાખવામાં આવ્યો હતો.આ સમારોહમાં GNFC LTD વતીથી મનુભાઈ વાઢેલ (જીલ્લા પ્રભારી ),ભુપેન્દ્ર પટેલ (ડેડીયાપાડા GNFC) તેમજ કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ,ડેડીયાપાડાના વડા ડો વિ કે પોશિયા,GLPC TLM કૌશિકભાઇ,નવાગામના સરપંચ, તેમજ તાલુકા સદસ્ય અમરસિંગભાઈ વસાવા હાજર રહ્યા હતા. આ પ્રસંગે ગ્રામજનો પણ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. “નમો ડ્રોન દીદી “મનીષાબેનએ તેમનીં “નમો ડ્રોન દીદી “ બનવાની સંપૂર્ણ સફર ગ્રામજનો સાથે વર્ણવી હતી તેમજ આ તક આપવા બદલ પ્રધાનમંત્રીશ્રી તેમજ નારદેસનો આભાર વ્યક્ત કર્યો હતો. સર્વે ઉપસ્થિત મહેમાનો તેમજ ગ્રામજનોએ પણ નારદેસની કામગીરીને બિરદાવીને આભાર વ્યક્ત કર્યો હતો.

[wptube id="1252022"]
Back to top button