વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ-ડાંગ
આખરે ડાંગ જિલ્લાનાં કેળ ગામની પ્રાથમિક શાળામાં રાષ્ટ્રીય પર્વમાં બેદરકારી દાખવનાર પીધ્ધડ શિક્ષકને જિલ્લા શિક્ષણ વિભાગ દ્વારા સસ્પેન્ડ કરી દઈ દાખલારૂપ ઉદાહરણ બેસાડયુ..
ડાંગ જિલ્લાનાં સુબિર તાલુકાનાં અંતરીયાળ વિસ્તારનાં કેળ ગામની પ્રાથમિક શાળાનાં મુખ્ય શિક્ષક 15મી ઓગસ્ટ (રાષ્ટ્રીય પર્વની ઉજવણી ) માટે શાળામાં પોહચ્યા ન હતા.અહી એકનો એક શિક્ષક 15મી ઓગષ્ટનાં રોજ શાળામાં ન પોહચતા ગ્રામજનોએ ભારે હોબાળો મચાવ્યો હતો.અહી સંદીપભાઈ પટેલ નામનો શિક્ષક ગામમાં જ રહેતો હોવા છતાંય 15મી ઓગષ્ટની ઉજવણી માટે શાળામાં ન પોહચતા ગામનાં આગેવાનોએ ધ્વજવંદન કાર્યક્રમની આગેવાની લઈ રાષ્ટ્રધ્વજને આન બાન સાથે ફરકાવી કાર્યક્રમ પૂર્ણ કર્યો હતો.ત્યારબાદ ગામનાં આગેવાનોએ સોશિયલ મીડીયામાં વીડિયો ફરતા કરી રોષ ઠાલવ્યો હતો. ગામનાં આગેવાનોએ વીડિયો મારફતે જણાવ્યુ હતુ કે કેળ ગામની પ્રાથમિક શાળાનાં શિક્ષક સંદીપભાઈ પટેલ શાળામાં માત્ર હાજરી પુરવા અને દારૂ પીવા આવે છેનાં આક્ષેપો કરતા સનસની મચી જવા પામી છે.જે સોશિયલ મીડિયામાં વાયરલ થયેલ વીડિયો અંગે પ્રિન્ટ અને ઇલેક્ટ્રીકલ મીડીયામાં અહેવાલો પ્રકાશિત થતા ડાંગ જિલ્લાનું શિક્ષણ વિભાગ હરકતમાં આવી દોડતુ થયુ હતુ.જેમાં ગતરોજ ડાંગ જિલ્લાનાં પ્રાથમિક શિક્ષણ અધિકારી નરેન્દ્રભાઈ ઠાકરેનાં આદેશ અનુસાર સુબિર તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારીની ટીમ સુબિર તાલુકાની કેળ પ્રાથમિક શાળામાં દોડી ગઈ હતી.અને શિક્ષણ વિભાગની ટીમે ગ્રામજનો,એસ.એમ.સી અને શિક્ષકનાં લેખિતમાં તથા મૌખિકમાં નિવેદનો નોંધી તમામ રિપોર્ટ જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારીને સુપ્રત કર્યો હતો.અહી ડાંગ જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારીએ રીપોર્ટનાં નિવેદનોનાં આધારે આજરોજ કેળ ગામની પ્રાથમિક શાળાનાં પીધ્ધડ શિક્ષક સંદીપભાઈ પટેલને ફરજ મોકૂક સસ્પેન્ડ કરી દાખલારૂપ ચુકાદો આપતા ગ્રામજનોએ રાહત મેળવી છે.ગતરોજ આ કેળ પ્રાથમિક શાળાનાં પીધ્ધડ શિક્ષકને સસ્પેન્ડ કરવા માટે આમ આદમી પાર્ટી દ્વારા પણ કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યુ હતુ. તેવામાં ડાંગ વહીવટી તંત્ર અને શિક્ષણ વિભાગની ટીમે સંકલન કરી ફરજ દરમ્યાન રાષ્ટ્રીય પર્વમાં બેદકારી દાખવનાર તથા આદિવાસી બાળકોનાં શિક્ષણ સાથે ખીલવાડ કરનાર આ પીધ્ધડ શિક્ષકને સસ્પેન્ડ કરી હકારાત્મક નિર્ણય આપતા આ નિર્ણયને સમાજ દ્વારા આવકારવામાં આવ્યો છે.આ બાબતે ડાંગ જિલ્લાનાં જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી નરેન્દ્રભાઈ ઠાકરેએ જણાવ્યુ હતુ કે સુબિર તાલુકાનાં કેળ ગામના પ્રાથમિક શિક્ષક દ્વારા ફરજ દરમ્યાન રાષ્ટ્રીય પર્વમાં બેદરકારી દાખવી છે.તથા નશાની હાલતમાં શાળામાં જતા હોવાનું પણ જણાઈ રહ્યુ છે.ગ્રામજનો અને એસ.એમ.સીનાં લેખિત અને મૌખિક નિવેદનો તથા આદિવાસી બાળકોનું ભવિષ્ય જોતા આવા શિક્ષક શાળાને જોખમરૂપ હોય જેથી તેને સસ્પેન્ડ કરવામાં આવ્યો છે…