MORBIMORBI CITY / TALUKO

MORBI:ઝોન કક્ષાની (પ્રદેશ) સાહસ શિબિર-માટે ફોર્મ ભરી શકાશે

ઝોન કક્ષાની (પ્રદેશ) સાહસ શિબિર-માટે ફોર્મ ભરી શકાશે

રમત ગમત યુવા અને સાંસ્કૃત્તિક પ્રવૃત્તિઓ વિભાગ, ગાંધીનગર તથા કમિશનરશ્રી, યુવક સેવા અને સાંસ્કૃત્તિક પ્રવૃત્તિઓની કચેરી, ગાંધીનગર દ્વારા સંચાલિત અને જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓની કચેરી, વડોદરા દ્વારા પ્રદેશ કક્ષા સાહસ શિબિરનું આયોજન કરવામાં આવનાર છે.

આ સાહસ શિબિરમાં જોડાવવા માંગતા મોરબી જિલ્લાના ૧૫ થી ૩૫ વર્ષના યુવક – યુવતીઓએ dydovadodara@gmail.com પર સાદા કાગળમાં પોતાની અરજી મેઈલ તેમજ જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓની કચેરી, વડોદરા બ્લોક નં-સી-ચોથો માળ, નર્મદા ભુવન, ઇંદીરા એવન્યુ રોડ, વડોદરા, ૩૯૦૦૦૧ ને પોસ્ટ/કુરીયર દ્વારા તા. ૧૫-૧૦-૨૦૨૩ સુધીમાં મળી રહે તે રીતે મોકલી આપવાની રહેશે. આ અરજી સાથે શિબિરાર્થીએ આધારકારની નકલ તથા ડૉક્ટરનું શારીરીક ફિટનેશનું પ્રમાણપત્ર અવશ્ય જોડવાનું રહેશે. તા. ૧૫-૧૦-૨૦૨૩ પછી આવનાર ફોર્મ તથા અધુરી વિગત વાળા ફોર્મ સ્વીકાર્ય રહેશે નહી તેવું મોરબી જિલ્લા યુવા વિકાસ અધિકારીશ્રીની યાદીમાં જણાવવામાં આવ્યું છે.

[wptube id="1252022"]
Back to top button