મોરબી બ્રિજ દુર્ઘટના અંગેની સુનાવણીમાં અજંતા-ઓરેવા ગ્રુપના માલિક જયસુખ પટેલને પક્ષકાર બનાવવામાં આવ્યાં.!!!

મોરબી બ્રિજ દુર્ઘટના અંગેની સુનાવણીમાં અજંતા-ઓરેવા ગ્રુપના માલિક જયસુખ પટેલને પક્ષકાર બનાવવામાં આવ્યાં
મોરબી ખાતે ગત તા. 30 ઓક્ટોબરના રોજ એક મોટી દુર્ઘટના બની હતી. જેમા આ ઝુલતો પુલ એકાએક તુટી પડતા 135 લોકોના મોત થયા હતા. જે બાબતે આજે મોરબી દુર્ઘટના મુદ્દે ગુજરાત હાઈકોર્ટમાં રાજ્ય સરકારે બ્રિજની સ્થિતિ બાબતે જવાબ રજુ કર્યો હતો. જેમા ગુજરાત હાઈકોર્ટે ટકોર કરતા કહ્યુ હતુ કે બ્રિજનું જે કામ બાકી છે તે યુદ્ધના ધોરણે પુર્ણ કરાવવામાં આવે.
મોરબી દુર્ઘટના મુદ્દે આજે ગુજરાત હાઈકોર્ટમાં સુનાવણી થઈ હતી. જેમાં રાજ્ય સરકારે બ્રિજની સ્થિતિ અંગે જવાબ રજુ કર્યો હતો. જેમાં જયસુખ પટેલના વકીલ દ્વારા વળતર આપવાની પણ વાત રજુ કરી હતી.ગુજરાત હાઈકોર્ટે ટકોર કરતા કહ્યુ હતુ કે બ્રિજનું જે કામ બાકી છે તે યુદ્ધના ધોરણે પુર્ણ કરાવો. મોરબી દુર્ઘટના બાદ અજંતા-ઓરેવા ગ્રુપના માલિક જયસુખ પટેલને પક્ષકાર બનાવવામાં આવ્યાં છે. તેમણે કોર્ટમાં કહ્યું હતું કે, 135 લોકોના જીવ જવાની ઘટના ઘણી દુઃખદ છે. મૃતકો કે ઈજાગ્રસ્તોને વળતર ચૂકવવાની જવાબદારીથી છટકી નહીં શકું