GUJARATNARMADA

સાગબારા તાલુકાના ઉભારિયા ગામ ખાતે કોંગ્રેસ આગેવાન ફૈઝલ પટેલના હસ્તે વિકાસ નાં કામોનું ખાતમુહૂર્ત

કોંગ્રેસ કાર્યકરો સાથે સાગબારાના ગેસ્ટ હાઉસ ખાતે મિટિંગ યોજી

સાગબારા તાલુકાના ઉભારિયા ગામ ખાતે કોંગ્રેસ આગેવાન ફૈઝલ પટેલના હસ્તે વિકાસ નાં કામોનું ખાતમુહૂર્ત

 

કોંગ્રેસ કાર્યકરો સાથે સાગબારાના ગેસ્ટ હાઉસ ખાતે મિટિંગ યોજી

 

રાજપીપળા : જુનેદ ખત્રી

 

આગામી દિવસોમાં લોકસભાની ચુંટણી યોજાનાર છે ત્યારે ચૂંટણીઓ ને ધ્યાનમાં રાખીને સંગઠનને મજબુત બનાવવા માટે સ્વ . અહેમદભાઈ પટેલ ના પુત્ર ફૈઝલ પટેલ આદીવાસી વિસ્તારો માં લોક સંપર્ક કરી રહયા છે આગેવાનો સાથે મુલાકાત કરી રહ્યા છે સાગબારા નાં ગેસ્ટ હાઉસ ખાતે અગત્યની મિટીંગ યોજી હતી એમાં ફેસલભાઈ અહમદભાઈ પટેલ હાજર રહ્યા હતાં અને આગેવાનો સાથે ચર્ચા વિમર્શ કર્યો હતો. એ પ્રસંગે માજી ધારાસભ્ય અમરસિંહ વસાવા સહિત ના આગેવાનો પણ ઉપસ્થિત રહ્યા હતા અને કોંગ્રેસ કાર્યકર ને માર્ગદર્શન આપ્યું હતું.

 

ત્યાર બાદ ફૈઝલ પટેલ ના પ્રયાસ થી ઉભારિયા ગ્રુપ ગ્રામ પંચાયત માં રસ્તા અને સોલાર ની ગ્રાન્ટની ફાળવણી થઇ હતી જેથી લોકો ની માંગણી હતી જે ગામ મા આવી ફૈઝલ પટેલ ખાતમુર્હૂત કરે જેથી તેઓ એ ગામ ની મુલાકાત લઇ વિકાસ ના કામો નું ખાતમુહૂર્ત કર્યુ હતું.

 

 

ફૈઝલ અહમદભાઈ પટેલ માટે આદિવાસી વિસ્તારમાં લાગણી જોવા મળી રહી છે, લોકો માં એ વાત ચર્ચાસ્પદ બની રહી છે કે ભરૂચ લોકસભા ની બેઠક પર તેઓ કૉંગ્રેસના ઉમેદવાર તરીકે ચૂંટણી લડે અને આદીવાસી વિસ્તારો મા મૃતઃપ્રાય બનેલ કૉંગ્રેસ પાર્ટી ને જીવંત કરે.

[wptube id="1252022"]

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button