MEHSANAUncategorizedVIJAPUR
વિજાપુર ધારાસભ્ય સીજે ચાવડા એ ભાજપ પક્ષ માં પ્રવેશ કરતા ભાજપ અધ્યક્ષ સીઆર પાટીલે આવકાર્યા

વિજાપુર ધારાસભ્ય સીજે ચાવડા એ ભાજપ પક્ષ માં પ્રવેશ કરતા ભાજપ અધ્યક્ષ સીઆર પાટીલે આવકાર્યા



સીજે ચાવડા સાથે 1500 કાર્યકરો જોડાયા
વાત્સલ્યમ સમાચાર
સૈયદજી બુખારી વિજાપુર
વિજાપુર તાલુકા વિધાનસભા ના ધારાસભ્ય સીજે ચાવડા એ વિધિવત ભાજપના અધ્યક્ષ સીઆર પાટીલ ની ઉપસ્થિતિ માં ભાજપનો ખેસ પહેરી પ્રવેશ કર્યો હતો જેને ભાજપના ધારાસભ્યો તેમજ પૂર્વ ધારાસભ્યો ભાજપના હોદ્દેદારો અગ્રણીઓએ આવકાર આપ્યો હતો સીજે ચાવડા સાથે અંદાજીત 1500 કાર્યકરો સાથે ઉપસ્થિત રહી ભાજપનો ખેસ પહેર્યો હતો ભાજપ પક્ષમાં પ્રવેશ કરતા સીજે ચાવડા એ જણાવ્યું હતુકે ગુજરાત પનોતા પુત્ર વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી તેમજ અમિતભાઇ શાહ ના નેતૃત્વમાં દેશ વિકાસ ની હરણફાડ ભરી રહ્યો છે દેશભરમાં અયોધ્યામાં શ્રીરામ ના મંદીર પ્રાણપ્રતિષ્ઠા સમયે ઘેર ઘેર જય શ્રીરામ ના નારા ગુંજતું કરતા ભાજપ પક્ષની વિચારધારા સાથે જોડાયા વગર રહી શક્યો નથી મારી સાથે કોંગ્રેસ ના 1500 જેટલા કાર્યકરો ની સાથે જોડાઈ ભાજપ માં સહભાગી બન્યો છુ જયારે સીઆર પાટીલે પોતાનું સંબોધન જય શ્રીરામ ના નારા સાથે શરૂ કરતાં આગામી દિવસો માં લોકસભા ની ચૂંટણી માં બમણા જોર સાથે મહેનત માટે કામ કરવા દરેક કાર્યકરો ને અપીલ કરી હતી ધારાસભ્ય સીજે ચાવડા ની સાથે જોડાયેલ દરેક કાર્યકરો ને ભાજપ પક્ષ દ્વારા આવકાર આપવામાં આવ્યો હતો આ કાર્યક્રમમાં સંસદ સભ્યો ધારાસભ્યો પૂર્વ ધારાસભ્યો ભાજપ પક્ષના હોદ્દેદારો અગ્રણીઓ કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા
Related Articles
-
(no title)June 16, 2024
[wptube id="1252022"]