Gujarat:ધો૨ણ-૧૦ અને ધો૨ણ-૧૨ સામાન્ય પ્રવાહ પૂરક પરીક્ષાની તારીખ જાહેર કરાઈ

Gujarat:ધો૨ણ-૧૦ અને ધો૨ણ-૧૨ સામાન્ય પ્રવાહ પૂરક પરીક્ષાની તારીખ જાહેર કરાઈ

ધોરણ-૧૦, ધોરણ-૧૨ સામાન્ય પ્રવાહ, વ્યવસાયલક્ષી પ્રવાહ, ઉચ્ચત્તર ઉત્તર બુનિયાદી પ્રવાહ અને વિજ્ઞાન પ્રવાહ તેમજ સંસ્કૃત પ્રથમા અને સંસ્કૃત મધ્યમાની પૂરક પરીક્ષાની તારીખ જાહેર કરાઈ છે. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ, ગાંધીનગરની અખબારી યાદી જણાવે છે કે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક પ્રમાણપત્ર પરીક્ષા વિનિયમો 2005 ના વિનિયમ 16 (1)ની જોગવાઈ અનુસાર ધોરણ-૧૦, ધોરણ-૧૨ સામાન્ય પ્રવાહ, વ્યવસાયલક્ષી પ્રવાહ, ઉચ્ચત્તર ઉત્તર બુનિયાદી પ્રવાહ અને વિજ્ઞાન પ્રવાહ તેમજ સંસ્કૃત પ્રથમા અને સંસ્કૃત મધ્યમા માટેની પૂરક પરીક્ષા તા.૨૪/૦૬/૨૦૨૪ થી યોજવામાં આવશે. ધોરણ-૧૦, ધોરણ-૧૨ સામાન્ય પ્રવાહ, વ્યવસાયલક્ષી પ્રવાહ, ઉચ્ચત્તર ઉત્તર બુનિયાદી પ્રવાહ અને વિજ્ઞાન પ્રવાહની પરીક્ષાનું વિગતવાર સમયપત્રક આગામી સમયમાં જાહેર કરવામાં આવશે.








