BANASKANTHAGUJARATPALANPUR

સરદાર કૃષિનગર વિદ્યાલય દાંતીવાડા માં સ્વામી વિવેકાનંદ ની જન્મજયંતી ની ભવ્ય ઉજવણી કરવામાં આવી

12 જાન્યુઆરી વાત્સલ્યમ્ દૈનિક સમાચાર પાલનપુર બનાસકાંઠા

આજરોજ તારીખ 12 જાન્યુઆરી 2024 “સ્વામી વિવેકાનંદ જન્મજયંતી ” કે જે સમગ્ર ભારતમાં રાષ્ટ્રીય યુવાદિવસ તરીકે ઉજવાય છે તેના પ્રતીક રૂપે સરદાર કૃષિનગર દાંતીવાડા કૃષિ યુનિવર્સિટી સંચાલિતસરદાર કૃષિનગર વિદ્યાલય માં પણ આજે સ્વામીજીની જન્મજયંતી ની ઉજવણીથઈ ગઈ. જેમાં યુનિવર્સિટી ના ડાયરેક્ટર ઓફ રિસર્ચ શ્રી ડૉ. મુરલીધરન સર, ડૉ. એસ.ડી.સોલંકી સર, રજીસ્ટ્રાર શ્રી ડૉ. પી.ટી. પટેલ, કાર્યપપાલક શ્રી ડૉ. ગોરા સર, DSW શ્રી ડૉ. કે.પી ઠાકર સર તથા અન્ય અધિકારીઓ સાથે શાળાના તમામ સ્ટાફ મિત્રો એ રામમય બની સ્વામીજી ના જીવન વિશે ના વિચારો વિદ્યાર્થીઓને કહ્યા.. શાળાની પ્રાથમિક વિભાગના બાળકે સ્વામી વિવેકાનંદજી ની વેશભૂષા ધારણ કરી આબેહૂબ સ્વામી વિવેકાનંદજીના દર્શન કરાવ્યા. કાર્યક્રમના અંતમાં સર્વ બાળકોને શાળા પરિવાર વતી પ્રસાદીરૂપે તલની ચીકી આપી. સ્વામીજીના જીવનમાંથી પ્રેરણારૂપ પ્રસંગો ડૉ. મુરલીધરન અને શાળાના આચાર્યશ્રી તેજસભાઈ ડી. જોષીએ કહ્યા. કાર્યક્રમના અંતમાં આભારવિધિ શાળાના સિનિયર શિક્ષક શ્રી હરપાલસિંહ પઢિયાર દ્વારા કરવામાં આવી. સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા માટે શાળાના તમામ શિક્ષક મિત્રોએ ખૂબ જ જહેમત ઉઠાવી

[wptube id="1252022"]
Back to top button