GUJARATLUNAWADAMAHISAGAR

મહીસાગર જિલ્લાના સંતરામપુર તાલુકામાં સંતરામપુર નગર ટાઉનહોલ ખાતે મહિલા અને બાળ અધિકારીની કચેરી, મહીસાગર દ્વારા અમલીકૃત “બેટી બચાવો બેટી પઢાવો યોજના” અંતર્ગત જાગૃતિ શિબિર યોજાયેલ.

આસીફ શેખ લુણાવાડા

મહીસાગર જિલ્લાના સંતરામપુર તાલુકામાં સંતરામપુર નગર ટાઉનહોલ ખાતે મહિલા અને બાળ અધિકારીની કચેરી, મહીસાગર દ્વારા અમલીકૃત “બેટી બચાવો બેટી પઢાવો યોજના” અંતર્ગત દીકરી વધામણા કીટ, એજ્યુકેશન કીટ, હાઇજીન કીટ અને વ્હાલી દીકરી યોજનાના મંજુરી હુકમના વિતરણ તેમજ મહિલાલક્ષી યોજનાઓ અંગેની જાગૃતિ શિબિર યોજાયેલ.

આ શિબિરમાં CISS પોર્ટલ પર નોધાયેલ સ્ટ્રીટ ચિલ્ડ્રન દીકરીઓ અને માતા –પિતા ન ધરાવતી તેમજ માતા કે પિતા બંન્નેમાંથી કોઈ એક ન ધરાવતી એમ કુલ ૭૩ દીકરીઓને એજ્યુકેશન કીટ, પૂર્ણા યોજના અંતર્ગત નોધાયેલ શાળાએ ન જતી ૧૫ થી ૧૮ વર્ષની કુલ ૩૫ કિશોરીઓ હાઈજીન કીટ અને વ્હાલી દીકરી યોજના અંતર્ગત કુલ-૩૫ દીકરીઓને વ્હાલી દીકરી યોજનાના મંજૂરી હુકમપત્ર વિતરણ કરવામાં આવેલ હતા.

આ પ્રસંગે ન્યાય સમિતિના ચેરમેન  જેસીંગભાઇ બારીયા, વિશ્વ હિન્દુ પરિષદ સમિતિ સંતરામપુર પ્રમુખ શ્રી અરવિંદભાઈ પટેલ, ગાયત્રી પરિવાર વ્યવસ્થાપનના પંચમહાલ મહીસાગર તથા દાહોદ જીલ્લાના પ્રભારી  રામજીભાઈ ગરાસીયા, દહેજ પ્રતિબંધક અધિકારી  પંકજ ભાઈ પટેલ, સમાજ સુરક્ષા અધિકારી, શ્રીમતી ભાર્ગવીબેન નીનામા, ઈ.ચા સીડીપીઓ કિંજલબેન શગાડા અને અંબાબેન પલાસ આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા. દહેજ પ્રતિબંધક અધિકારી દ્વારા મહિલાલક્ષી વિવિધ યોજનાઓ અંગે તેમજ જીલ્લા સમાજ સુરક્ષા અધિકારી દ્વારા બાળ લગ્ન અને બાળકોની વિવિધ યોજનાઓ અંગેની જાણકારી આપી હતી. ગાયત્રી પરિવાર વ્યવસ્થાપનના પંચમહાલ મહીસાગર તથા દાહોદ જીલ્લાના પ્રભારી રામજીભાઈ ગરાસિયાએ નારીની મહત્વતા, દહેજ પ્રથા તેમજ બાળ લગ્નથી કુટુંબ સમાજ અને રાષ્ટ્રને થતી વિપરીત અસરો અંગેની ઉદાહરણ સાથે વિસ્તૃત સમજ આપેલ હતી. તેમજ ઉક્ત મુજબની તમામ દીકરીઓને વિવિધ કીટોનું વિતરણ કરવામાં આવ્યું હતું.

છેલ્લે સરકારી સ્ટેટ હોસ્પિટલ તથા ખાનગી હોસ્પિટલ સંતરામપુર ખાતે નવીન જન્મેલ કુલ ૦૭ દીકરીઓને તથા સરકારી ચિલ્ડ્રન હોમ લુણાવાડા ખાતે જન્મેલ ૦૧ દીકરી એમ મળી કુલ -૦૮ દીકરીઓને દીકરી વધામણા કીટોનું વિતરણ કરવામાં આવેલ હતું.

[wptube id="1252022"]
Back to top button