GUJARATJETPURRAJKOT

RAJKOT: ઘરવિહોણી વૃધ્ધાનું પરિવાર સાથે સમાધાન કરાવતી ૧૮૧ અભયમ ટીમ

તા.૨૭/૯/૨૦૨૩

વાત્સલ્યમ્ સમાચાર

Rajkot: મહિલાઓના સન્માન અને સુરક્ષા ક્ષેત્રે રાજ્ય સરકારની અનેક યોજનાઓ અમલીકૃત છે. ખાસ કરીને મહિલાઓ માટે ૧૮૧ અભયમ મહિલા હેલ્પલાઈન શરૂ કરીને સ્ત્રીને વ્યક્તિગત અને સામાજિક રીતે સુરક્ષા કવચ પૂરું પાડી રહી છે. આવા જ એક રાજકોટના કિસ્સામાં એક જાગૃત નાગરિકે વૃદ્ધાને પરેશાન અને અસ્વસ્થ દેખાતા ૧૮૧ અભયમ હેલ્પલાઇન પર સંપર્ક સાધ્યો હતો. અભયમની ટીમના કાઉન્સીલર શ્રી દર્શનાબેન મકવાણા, કોન્સ્ટેબલ શ્રી સંગીતાબેન અને ડ્રાઈવર શ્રી સંજયભાઈ સ્થળ પર પહોંચ્યા હતા.

અભયમની ટીમે વૃદ્ધાનું કાઉન્સેલિંગ કરતા જાણવા મળ્યુ કે, વૃદ્ધાના દીકરા અને વહુ તેણીને ખૂબ પરેશાન કરતા હોવાથી વૃદ્ધાએ ઘર છોડી દીધું હતુ. વૃદ્ધાની જમીન તેણીના દીકરાએ પચાવી પાડી હતી. અભયમ ટીમે ખૂબ ધૈર્યપૂર્વક વૃદ્ધાનું કાઉન્સેલિંગ કર્યું અને વૃદ્ધાને શાંતિપૂર્વક સમજાવીને તેણીના દીકરાના ઘરનું સરનામુ મેળવી તે સરનામે પહોંચી દીકરાનું કાઉન્સેલિંગ કર્યું અને વૃદ્ધા પર થતા માનસિક ત્રાસ વિરોધી કાયદાઓ અંગે માહિતી આપી હતી. અને વૃદ્ધાની સાથે શાંતિપૂર્ણ હળીમળીને રહેવા માટે સમજાવ્યું હતુ. ત્યારે વૃદ્ધાના પુત્રને પોતાની ભૂલનું ભાન થયું તેમજ વૃદ્ધાની માફી માગી તેમજ અભયમ ટીમનો આભાર વ્યક્ત કર્યો હતો.

[wptube id="1252022"]
Back to top button