BANASKANTHAPALANPUR

સાયન્સ – કોમર્સ કોલેજ પાલનપુરના વિદ્યાર્થીઓ એકેડેમિક બેંક ઓફ ક્રેડીટમાં રજીસ્ટર્ડ થયા

 સાયન્સ – કોમર્સ કોલેજ પાલનપુરના વિદ્યાર્થીઓ એકેડેમિક બેંક ઓફ ક્રેડીટમાં રજીસ્ટર્ડ થયા

 

બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ સંચાલિત આર. આર. મહેતા કોલેજ ઓફ સાયન્સ એન્ડ      સી. એલ. પરીખ કોલેજ ઓફ કોમર્સ પાલનપુર દ્વારા વિદ્યાર્થીઓની ભારત સરકારની ન્યુ એજ્યુકેશન પોલીસી – ૨૦૨૦ સંદર્ભે  એકેડેમિક બેંક ઓફ ક્રેડીટ (ABC) માં રજીસ્ટ્રેશન કરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સીટી, પાટણ ની ABC માં વિદ્યાર્થીઓના રજીસ્ટ્રેશન કરવાની સુચના અનુસાર અત્યાર સુધીમાં ૧૩૦૦ થી વધુ વિદ્યાર્થીઓ એકેડેમિક બેંક ઓફ ક્રેડીટમાં પોતાનું રજીસ્ટ્રેશન કરાવી ચુક્યા છે. જેનો મુખ્ય હેતુ રાષ્ટ્રીય સ્તરે શૈક્ષણિક ક્રેડીટ સંગ્રહિત કરવા માટેનું આ એક અત્યંત ગતિશીલ ડીજીટલ પ્લેટફોર્મ છે. જેથી ઉચ્ચ શિક્ષણની સંખ્યાઓમાં વિદ્યાર્થીઓની એકેડેમિક ફ્લેક્સીબીલીટી સક્ષમ થઇ શકે, એટલું જ નહિ પરંતુ એક સંસ્થા માંથી એક પ્રોગ્રામ માટે વિદ્યાર્થી ને આપવામાં આવેલ ક્રેડીટ વિદ્યાર્થીની સંમતિ પર અન્ય સંસ્થા દ્વારા ટ્રાન્સફર કરી શકાય છે. ક્રેડીટ ટ્રાન્સફરની આ સરળ મોબીલીટી માટે કોલેજના બધા જ અધ્યાપકો અત્યંત સક્રિય કામગીરી કરી રહ્યા છે. જે માટે પ્રા.ડી.એન.પટેલ, પ્રા.આર.ડી.વરસાત, ડૉ.કે.કે.માથુર, પ્રા.સુનીલ ચૌધરી, પ્રા.વિજય પરમાર, ડૉ.શીતલ ચૌધરી, પ્રા.હેતલ રાઠોડ એ કોમર્સ ફેકલ્ટી ના વિદ્યાર્થીઓને માહિતગાર કર્યા છે. જયારે સાયન્સ વિભાગમાં ડૉ. અમી પટેલ, ડૉ. જ્યોતિન્દ્ર માહ્યાવંશી, પ્રા. હરેશ ચૌધરી, પ્રા. અંકિતા ચૌધરી, ડૉ. અનિલ પરમાર, ડૉ. પૂજા મેસુરાની, પ્રા. સાલેહા મેમણ એ વિદ્યાર્થીઓને માહિતગાર કર્યા છે. આ સમગ્ર પ્રક્રિયા કોલેજના પ્રિન્સિપાલ ડૉ. યોગેશ બી. ડબગરના માર્ગદર્શન હેઠળ ચાલી રહી છે.

[wptube id="1252022"]
Back to top button