BHUJKUTCH

કચ્છ જિલ્લાના આંગણવાડી કાર્યકર તથા આંગણવાડી તેડાગર દ્વારા દરિયા કાંઠાના નિચાણવાળા વિસ્તારોમાં કુદરતી આપદાને પહોંચી વળવા ડોર ટુ ડોર કામગીરી

૧૪-જૂન.

વાત્સલ્યમ્ સમાચાર

રિપોર્ટ :- રમેશ મહેશ્વરી – કચ્છ

ભુજ કચ્છ :- ભારતીય હવામાન વિભાગ દ્વારા તા.૧૩ જૂન થી ૧૬ જૂન દરમ્યાન “બિપરજોય વાવાઝોડા” ની આગાહી કરવામાં આવેલ છે ત્યારે જિલ્લા કલેકટરશ્રી અને જિલ્લા વિકાસ અધિકારીશ્રીના માર્ગદર્શન હેઠળ કચ્છ જિલ્લાના આંગણવાડી કાર્યકર તથા આંગણવાડી તેડાગર દ્વારા આ કુદરતી આપદાને પહોંચી વળવા માટે જિલ્લામાં આવેલા કુલ ૧૮૭ શેલ્ટર હોમ ખાતે લાભાર્થીઓને પહોંચાડવા માટે તથા દરિયાકાંઠા વિસ્તારથી 0 થી ૧૦ કિલોમીટર આવેલા વિસ્તારમાં તથા નિચાણવાળા વિસ્તારમાં આવેલા કુલ ૧૭૭ આગણવાડી કેન્દ્રમાં ડોર ટુ ડોર સર્વે કરી વાવાઝોડાથી બચવા માટેની પૂર્વ તૈયારીઓ અંગે અને વાવાઝોડા સમયે ધ્યાનમાં રાખવાની બાબતો અંગે માહિતગાર કરવામાં આવી રહ્યા છે, ઉપરાંત તા.૧૪/૦૬/૨૦૨૩ના કચ્છ જિલ્લાના ૧૩૦૫ જેટલા અતિ કુપોષિત બાળકોની ગૃહ મુલાકાત લઇ તેમની વિશેષ કાળજી લેવા વાલીઓને જણાવવામા આવ્યુ હતું. શેલ્ટર હોમમાં આશ્રય લઇ રહેલા લોકોને શેલ્ટર હોમ ખાતે પૂરતી જમવાની સુવિધા મળી રહે તે હેતુથી આંગણવાડી કાર્યકર અને તેડાગર બહેનો અથાગ પ્રયાસ કરી રહ્યા છે.

[wptube id="1252022"]
Back to top button