

4 માર્ચ વાત્સલ્યમ દૈનિક સમાચાર સુભાષભાઈ વ્યાસ પાલનપુર બનાસકાંઠા
25 મી નેશનલ સિનિયર અને 8 મી નેશનલ જુનિયર -સબજુનિયર ગેમ્સ એમરલ્ડ ઈન્ટરનેશનલ સ્કૂલ ઈન્દોર ખાતે યોજાયેલા તેમાં ગુજરાતના અલગ જિલ્લાની મૂકબધિર શાળાના ખેલાડીઓએ ભાગ લીધો હતો.તેમા વિદ્યામંદિર સંસ્થાની મમતામંદિરની મૂકબધિર વિધાલયના પાંચ વિધાર્થીઓએ ભાગ લીધો હતો.અને નેશનલ કક્ષાએ મમતામંદિર વિધાલયના મૂકબધિર વિધાર્થીઓ ધાસુરા સાનિયાએ ચક્રફેક અને ગોળાફેંક ગોલ્ડ મેડલ પ્રાપ્ત કર્યો હતો.અને બરછીફેંકમા સિલ્વર મેડલ પ્રાપ્ત કર્યો હતો.પુરોહિત પિયુષએ ગોળાફેંકમા સિલ્વર મેડલ અને બરછીફેંકમા બ્રોન્ઝ મેડલ પ્રાપ્ત કર્યો હતો.ખેમનીયા સુનિતાએ ગોળાફેકમા સિલ્વર મેડલ પ્રાપ્ત કર્યો હતો અને ગૃપ્તા સોનલે બરછીફેંકમા બોન્ઝ મેડલ પ્રાપ્ત કર્યો હતો.આમ કુલ 07 મેડલ જીતીને સંસ્થાનુ ગૌરવ વધારવા બદલ સંસ્થા પરીવાર વિધાર્થીઓને ખૂબ ખૂબ અભિનંદન પાઠવે છે. ભાગલેનાર વિધાર્થીનીઓને કોચ ડૉ.દિપ્તીબેન ભાખરીયા , વંદનાબેન પઢિયાર અને મમતામંદિરના શિક્ષીકા કંચનબેન પંડ્યા દ્રારા માગૅદશૅન પૂરૂં પાડવામાં આવ્યું હતું. અને સ્કૂલના આચાર્ય પ્રહેલાદભાઈ પંડ્યા અને મદદનીશ નિયામક અતિનભાઈ જોશી દ્રારા પ્રેરણા અને પ્રોત્સાહન આપવામાં આવ્યું હતું.







