KALOL(Panchamahal)PANCHMAHAL

વેજલપુર પોલીસ ની મોટી સફળતા.૩૭ વર્ષથી આંતર રાજ્યના અલગ અલગ ૧૫ ગુન્હાઓમા નાસતા ફરતા મોસ્ટ વોન્ટેડ આરોપીને ઝડપી પાડયો

તારીખ ૨૧ માર્ચ

વાત્સલ્યમ્ સમાચાર

સાજીદ વાઘેલા કાલોલ 

જીલ્લાના ઊચ્ચ કક્ષાના પોલીસ અધિકારીઓએ આપેલ સુચના અને માર્ગદર્શન મુજબ સમગ્ર પંચમહાલ જિલ્લામાં નાકાબંધી તથા વાહન ચેકિંગ કરી મહારાષ્ટ્ર રાજ્યના સને.૧૯૮૫ ના તેમજ તાજેતરમાં સને.૨૦૨૩ મલબાર પોલીસ સ્ટેશન મુંબઈ ખાતે દાખલ થયેલ ગુન્હાનો આરોપી તેમજ પોલીસ પકડથી દુર રહી સતત ખુનની કોશીષ,ખંડણી વસુલવી, ગેરકાયદેસર હથીયાર રાખવા, મારામારી કરવી,ખોટા દસ્તાવેજો બનાવવા,ગુનાહીત કાવતરૂ રચવુ તેમજ અન્ય સ્પેશીયલ એક્ટના ગુન્હાઓ વિગેરે પ્રકારના મહારાષ્ટ્ર રાજ્યના ઉલ્હાસનગર થાણે,સેન્ટ્રલ મુંબઈ,વિઠલવાડી,આઝાદ મેદાન મુંબઈ,શકીનાકા મુંબઈ તેમજ ગોવા રાજ્યના અંજુના પોલીસ સ્ટેશન તથા ગુજરાત રાજ્યના અમદાવાદ શહેરના મળી કુલ ૧૫ જેટલા ગુનાઓમાં નાસતા ફરતા મોસ્ટ વોન્ટેડ આરોપી કોઈપણ વાહનમાં ગુજરાત રાજયમા પ્રવેશ કરી વડોદરા હાલોલ થઈ મધ્યપ્રદેશ કે રાજસ્થાન રાજ્યમાં જનાર છે અને ઉપરોક્ત આરોપીનો માત્ર આઠ વર્ષ પહેલાના જુના ફોટા આધારે શોધખોળ કરવાની છે જે આધારે સમગ્ર જિલ્લામાં પોલીસ દ્વારા જરૂરી કાર્યવાહી હાથ ધરવા જણાવેલ હોય જે આધારે વી.જે.રાઠોડ નાયબ પોલીસ અધિક્ષક હાલોલ તથા આર.એ.પટેલ ઈન્ચાર્જ એલ.સી.બી પોલીસ ઈન્સ્પેકટર પંચમહાલ ગોધરા નાઓએ સતત માર્ગદર્શન અને જરૂરી સુચનાઓ તથા ટેકનીકલ્સ મદદ પુરી પાડેલ. જે આધારે આર.આર.ગોહિલ પો.સ.ઈ.વેજલપુર પોલીસ સ્ટેશન નાઓ દ્વારા વેજલપુર પોલીસ સ્ટેશન સ્ટાફની ટીમ બનાવી આરોપી નાસી જવાની શક્યતાઓ તથા આરોપી પોતાના બચાવ માટે કઈપણ કરી શકે તેવી પુરેપુરી શક્યતા હોય જેવી તમામ બાબતો ધ્યાને લઈ વ્યુહાત્મક વ્યુહરચના બનાવી ખડકી ટોલનાકા ઉપર વાહન ચેકીંગ હાથ ધરવા સુચના આપેલ જે આધારે વેજલપુર પોલીસ સ્ટેશન ટીમ દ્વારા ખડકી ટોલનાકા ઉપર વાહન ચેકીંગ હાથ ધરેલ અને વાહન ચેકીંગ દરમ્યાન આરોપીને ઝડપી પાડેલ અને આરોપીને વેજલપુર પોલીસ સ્ટેશન ખાતે વેજલપુર પોલીસ સ્ટાફ તથા ડો.મયંક ઠાકોર પો.સ.ઈ.એલ.સી.બી પંચમહાલ તથા ઉચ્ચ અધિકારીશ્રીઓની હાજરીમા જોઈન્ટ ઈન્વેસ્ટિગેશન કરવામા આવેલ જેમા આરોપી અનીલ ભગવાસદાસ જયસિંગાનિયા રહે. ઉલ્હાસનગર જી.થાણા મહારાષ્ટ્ર નાએ પોતાની વિરુધ્ધ દાખલ થયેલ ગુન્હાઓની કબુલાત કરેલ દરમિયાન ઉપરોક્ત આરોપીનો સતત પીછો કરતી મહારાષ્ટ્ર રાજ્ય મુંબઈ પોલીસ આવી ગયેલ અને તેઓને ઉપરોક્ત આરોપી સોપવામા આવેલ.પકડાયેલ આરોપીનુ નામ તથા તેનો ગુન્હાહીત ઈતીહાસ અનીલ ભગવાસદાસ જયસિંગાનિયા રહે. ઉલ્હાસનગર જી.થાણા મહારાષ્ટ્ર મહારાષ્ટ્ર રાજ્યના કુલ-૧૨ ગુન્હાઓ,ગોવા રાજ્યના કુલ-૦૧ ગુન્હો,ગુજરાત રાજ્યના કુલ-૦૨ ગુન્હાઓનો આરોપી ને પંચમહાલ વેજલપુર પોલીસ સ્ટેશન ટીમ છેલ્લા ૩૭ વર્ષ થી આંતર રાજ્યના અલગ અલગ ૧૫ ગુન્હાઓમા નાસતા ફરતા મોસ્ટ વોન્ટેડ આરોપીને ઝડપી પાડયો હતો આમ વેજલપુર પોલીસે મોટી સફળતા પ્રાપ્ત કરી પ્રશંસનીય કામગીરી કરેલ છે.

[wptube id="1252022"]
Back to top button