BANASKANTHATHARAD

સરકારી વિનયન વાણિજ્ય કોલેજ થરાદ સીવણ ક્લાસનું આયોજન કરાયું

27 જૂન

વાત્સલ્ય સમાચાર પ્રવીણભાઈ ચૌહાણ થરાદ બનાસકાંઠા

સરકારી વિનયન અને વાણિજ્ય કોલેજમાં આજરોજ તારીખ 26/6/2023ના રાષ્ટ્રીય ઉચ્ચતર શિક્ષા અભિયાન એટલેકે રૂસા અને તેના કમ્પોનન્ટ ૯ ના હેડ ૫ માં જેન્ડર કાઉન્સલિંગ હેઠળ કોલેજની વિદ્યાર્થીની બહેનોને સ્વરોજગાર માટે સીવણના ક્લાસ અને તાલીમ વર્ગોની શરૂઆત કરવામાં આવી. આ વર્ગોને કોલેજના સિનિયર પ્રા. જે.સી.ઠાકોરે ખુલ્લો મુક્યો હતો અને બહોળી સંખ્યામાં કોલેજની બહેનોએ આ વર્ગોનો લાભ લેવા જણાવ્યું હતું. મહાલક્ષ્મી સીવણ ક્લાસીસના તજજ્ઞ શ્રીમતી લક્ષ્મીબેન એસ ઠાકોર ટ્રેનર તરીકે ઉપસ્થિત રહ્યા હતા ઉલ્લેખનીય છે કે તારીખ 26/6/ 2023 થી તારીખ 1/7/2023 સુધી સીવણના ક્લાસ અને તાલીમ વર્ગો ચાલશે.આ કાર્યક્રમમાં એસ.વાય અને ટી.વાય ની બંને ફેકલ્ટી એટલે કે બીએ અને બીકોમની વિદ્યાર્થીની બહેનો મોટી સંખ્યામાં હાજર રહી હતી ઉપરાંત કોલેજનો શૈક્ષણિક સ્ટાફ પણ આ વર્ગોના ઉદ્ઘાટન પ્રસંગે ઉપસ્થિત રહ્યો હતો આ તાલીમ વર્ગનું આયોજન રૂસા સંયોજક ડૉ.અશોક વાઘેલાએ આચાર્યશ્રીના માર્ગદર્શન હેઠળ કર્યું છે..

[wptube id="1252022"]
Back to top button