AHAVADANGGUJARAT

આહવાનાં પીંપરી ગામે પતિએ આડા સંબંધ રાખી,પત્નીને માર માર મારતા ત્રણ સામે પોલીસ ફરિયાદ નોંધાઇ

વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ-ડાંગ

ડાંગ જિલ્લાનાં આહવા તાલુકાનાં પીંપરી ખાતે પતિએ અન્ય સ્ત્રી સાથે આડા સંબંધ રાખ્યા હતા.જે બાદ અન્ય સ્ત્રીને ઘરમાં રાખવાનો છું એમ કહી પતિએ, દિયર તથા અન્ય સ્ત્રી મળી પત્નીને માર માર્યો હતો.જે બાદ સમગ્ર મામલો પોલીસ મથકે પહોંચ્યો હતો.વઘઈના કલમખેત ગામના એલિશાબેન લગ્ન આશરે 26 વર્ષ પહેલાં આહવા તાલુકાનાં પીંપરીનાં દિનેશ ચંદુ પવાર સાથે થયા હતા.બંને પતિ પત્ની સારી રીતે રહેતા હતા.પરંતુ  વર્ષ 2022 થી પતિ દિનેશ એ પિંપરી ગામની સીતાબેનને બીજી પત્ની રખાત તરીકે રાખી હતી.અને બંને જણા પત્નીને  હેરાન પરેશાન કરતા હતા અને ઘરમાથી નિકળી જવા કહેતા હતા.ત્યારબાદ પતિ અને સીતા સાથે ઘરે આવ્યા હતા અને દિનેશ  પત્ની ને કહેવા લાગેલ કે,હું તને રાખવાનો નથી ઘરમાથી જતી રહે. હું સીતાને રાખવાનો છે. તેમ કહી બન્નેએ પત્નીને  પકડીને માર માર્યો હતો.તેમજ મારી નાખવાની ધમકી આપી હતી. તેમજ દિયર નિલેશ એ એલિશાની માતાને માર માર્યો હતો.જે બાદ સમગ્ર મામલો પોલીસ મથકે પહોંચ્યો હતો.ત્યારે વઘઈ પોલીસે આ અંગેનો ગુન્હો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે…

[wptube id="1252022"]
Back to top button