આદર્શ શૈક્ષણિક સંકુલ, વિસનગર ખાતે જિ.શિ.કચેરી, મહેસાણા દ્વારા શૈક્ષણિક અને વહીવટી સેમિનાર યોજાયો


6 જુલાઈ વાત્સલ્યમ દૈનિક સમાચાર સુભાષભાઈ વ્યાસ પાલનપુર બનાસકાંઠા
જિલ્લા શિક્ષણાધિકારી કચેરી, મહેસાણા આયોજિત માઘ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓના આચાર્યશ્રીઓનો શૈક્ષણિક અને વહીવટી સેમિનાર તા 5 જુલાઈ ના રોજ શ્રી અખિલ આંજણા કેળવણી મંડળ, વિસનગર સંચાલિત આદર્શ શૈક્ષણિક સંકુલ, વિસનગર ખાતે યોજાયો હતો. જેમાં શ્રીમાન એ.કે. મોઢ પટેલ સાહેબ (જિલ્લા શિક્ષણાધિકારીશ્રી, મહેસાણા), તથા જિ.શિ.કચેરીના શિક્ષણ નિરીક્ષકશ્રીઓ એવા શ્રી એ.એચ. પટેલ, શ્રી એ.એસ. ઠક્કર, શ્રીમતી ઉર્મિલાબેન પટેલ તથા એસ.વી.એસ.ના કન્વીનરશ્રીઓ વગેરે મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.આ સેમિનારની શુભ શરૂઆત આદર્શ વિદ્યાલયની બાલિકાઓ દ્વારા પ્રાર્થના ગીત રજૂ કરી કરવામાં આવી હતી. ત્યારબાદ શાળાના સુપરવાઈઝરશ્રી ગોવિંદભાઈ કે. ચૌધરીએ મહાનુભાવોનું શાબ્દિક સ્વાગત કર્યું હતું તથા શાળા સંચાલન સમિતિના પ્રમુખશ્રી ડો. સુરેશભાઈ વી. ચૌધરીએ મહાનુભાવોને સાલ ઓઢાળી સમ્માનિત કર્યા હતા.આ સેમિનારમાં વશિષ્ઠ એસ.વી.એસ.-વિસનગર, સાંદિપની એસ.વી.એસ.- મહેસાણા તથા ચાણ્યક એસ.વી.એસ.- વિજાપુરના આચાર્યશ્રીઓને જિલ્લા શિક્ષણાધિકારીશ્રીની કચેરી, મહેસાણાના અધિકારીશ્રીઓ દ્વારા શિક્ષણ વિભાગની પ્રવર્તમાન જોગવાઈઓ/સુધારાઓ, વર્ગ વધારા, વિનિયમ, વિદ્યાર્થી પ્રવેશ, સમકક્ષતા, અન્ય રાજ્ય પ્રવેશ, ફાજલ, ખાતાકીય ઓડિટ, એસ.એ.એસ., સરકારશ્રીની વિવિધ યોજનાઓ, રક્ષાશક્તિ, જ્ઞાનસેતુ, સંસ્કૃત પાઠશાળા, જ્ઞાનસાધના શિષ્યવૃત્તિ, જાહેર પરીક્ષા સજ્જતા વગેરે વિષે આચાર્યશ્રીઓને માર્ગદર્શન આપ્યું હતું.આમ આદર્શ શૈક્ષણિક સંકુલ, વિસનગર ખાતે શૈક્ષણિક અને વહીવટી સેમિનારનુ સુંદર આયોજન થયું હતું. સમગ્ર કાર્યક્રમનું સંચાલન આદર્શ વિદ્યાલયના શિક્ષકશ્રી લવજીભાઈ એલ.ચૌધરીએ કર્યું હતું.







