HALOLPANCHMAHAL

હાલોલમાં હજરત બાદશાહ બાબાની દરગાહ ખાતે ઇદે ચિશ્તીયાની ઉજવણી કરાઇ.

તા.૨૯.જાન્યુઆરી

વાત્સલ્યમ સમાચાર

કાદીર દાઢી.હાલોલ

સમગ્ર દેશભરમાં જશને ઇદે ચિશ્તીયા એટલે કે હજરત સૂફી સંત ખ્વાજા મોઇનુદ્દીન ચિશ્તીનાં ઉર્ષ ની ઉજવણી કરવામાં આવી રહી છે. રાજસ્થાનના અજમેરમાં તેઓની દરગાહ આવેલી છે જેમાં આ ઉર્ષ માં દેશ વિદેશ થી શ્રદ્ધાળુઓ મોટી સંખ્યામાં ઉમટયા છે.જ્યારે હાલોલ નગરનાં પાવાગઢ રોડ પર આવેલ હજરત બાદશાહ બાબાની દરગાહ ખાતે પણ સૂફી સંત હજરત ખ્વાજા મોઇનુદ્દીન ચિશ્તીનાં ઉર્ષની ઉજવણી કરવામાં આવી હતી.જેમાં દરગાહ ખાતે મહેફિલે મિલાદ,નાતો મનકબત,સલાતો સલામ અને વિશેષ દુવા કરવામાં આવી હતી.જેમાં મોટી સંખ્યામાં અકિદત મંદો ઉમટયા હતાં અને આ ઉર્ષ નો લાભ લીધો હતો જ્યારે દરગાહ કમિટી દ્વારા નીયાઝ પણ તકસીમ કરવામાં આવી હતી.

[wptube id="1252022"]
Back to top button