BANASKANTHATHARAD

થરાદ તાલુકાની અલગ અલગ શાળામાં રાહ 108 એમ્બ્યુલન્સ દ્વારા ડેમો સેશન્સ કરવામાં આવ્યા.

3 ફેબ્રુઆરી

વાત્સલ્ય સમાચાર પ્રવીણભાઈ ચૌહાણ થરાદ બનાસકાંઠા

થરાદ તાલુકાની સિધોતરા સરકારી પ્રાથમિક શાળા, મેઘપુરા શાળા, બેવટા શાળા ,પાવડાસન શાળામાં ભણતા બાળકોને 108 એમ્બ્યુલન્સનો કઈ રીતે ઉપયોગ કરવો 108 એ કઈ રીતે કામ કરે છે તેના વિશે વિસ્તારપૂર્વક માહિતગાર કરવામાં આવ્યા હતા.108 એમ્બ્યુલન્સમાં આવતા સાધનો, દવા, સ્ટ્રેચર, ઑક્સિજન અને કેશ આવે તેના પ્રમાણમાં કેવી તૈયારી અને કેવી સારવાર આપવામાં આવે છે.તેની વિસ્તારપૂર્વક માહિતગાર કરવામાં આવ્યા.આ રીતે રાહ 108 માં ફરજ બજાવતા ઈ એમ ટી અશોકભાઈ સાધુ અને પાયલોટ ભરતભાઈ દ્રારા ડેમો સેશન્સ કરીને 108 નો ઉપયોગ કરવો જોઈએ બીજા ને પણ 108 એમ્બ્યુલન્સ નો લાભ લેવડાવવો જોઈએ ત્યારે તમામ સ્કૂલના આચાર્ય તથા સમગ્ર સ્ટાફએ 108 ની ટીમ નો આભાર વ્યક્ત કર્યો હતો.

[wptube id="1252022"]
Back to top button