JETPURRAJKOT

રાજકોટ જીલ્લાનાં સંરક્ષણ દળમાં જોડાવા માગતા યુવાનો માટે નિવાસી તાલીમમાં જોડાવાની તક

તા.૧ જૂન

વાત્સલ્યમ્ સમાચાર

ભારતીય સંરક્ષણ દળમાં જોડાવા ઇચ્છતા રાજકોટ જિલ્લાના યુવાનો બી.એસ.એફના ગાંધીનગર,કચ્છ,બનાસકાંઠા ખાતેના હેડકવાર્ટર ખાતે ૩૦ દિવસની નિવાસી તાલીમમાં ભાગ લઇ શકાશે.

ઈચ્છુક ઉમેદવારોએ દિન-૧૫માં મદદનીશ નિયામક(રોજગાર)ની કચેરી ખાતેથી નિયત અરજીપત્રકનો નમુનો મેળવી મેડીકલ સર્ટિફિકેટ, પાસપોર્ટ સાઈઝ ફોટોગ્રાફ, શાળા છોડયાના પ્રમાણપત્રની નકલ, જાતિના દાખલાની નકલ, ધોરણ ૧૦ અને ૧૨ની માર્કશીટની નકલ, આધારકાર્ડની નકલ, બેંકખાતાની પાસબુકની નકલ, પાનકાર્ડની નકલ, વગેરે દસ્તાવેજો અરજી સાથે જોડવાના રહેશે. વધુ વિગત માટે મદદનીશ નિયામક(રોજગાર)ની કચેરી રાજકોટનો રૂબરૂ અથવા ટેલિફોન નં ૦૨૮૧-૨૪૪૦૪૧૯ પર સંપર્ક કરવા મદદનીશ નિયામક(રોજગાર)ની યાદીમાં જણાવાયું છે.

[wptube id="1252022"]
Back to top button