Deesa : ભીલડી વિદ્યા ભારતી ગુજરાત પ્રદેશ સંલગ્ન સરસ્વતી શિશુ મંદિર & ઉદય વિદ્યાલય ભીલડી શાળાનું ગૌરવ

આગમ વિશારદ પરમ પૂજ્ય આચાર્ય દેવ શ્રી તપોરત્ન સુરીશ્વરજી મહારાજાના શિષ્ય રત્ન ગણીવર્ય શ્રી કલ્પરક્ષિત વિજયજી મહારાજ સાહેબ અને મુનિરાજ શ્રી જ્ઞાનરક્ષિત વિજયજી મહારાજ સાહેબની નિશ્રામાં બનાસકાંઠાને સંસ્કારકાંઠા બનાવવા ના અભિયાન અંતર્ગત લુણપુર ખાતે જિલ્લા કક્ષા નો વકૃત્વ સ્પર્ધા કાર્યક્રમ યોજાયો હતો જેમાં 35 પ્રાથમિક શાળા માંથી 584 બાળકોએ ભવ્ય માનવ કાર્ડના નિયમોનું પાલન કરતાં થયેલા પોતાના અનુભવો વર્ણવ્યા હતા જેમાં જિલ્લા સ્તરે પ્રથમ આવનાર વિદ્યા ભારતી ગુજરાત પ્રદેશ સંલગ્ન શ્રી સરસ્વતી શિશુ મંદિર & ઉદય વિદ્યાલય ભીલડી ના ધોરણ 5 માં ભણતા ક્રિષ્ન ભરતભાઈ જોષી જેમને ગોલ્ડ મેડલ આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યો હતો ઉપરાંત આ જ શાળાના શાળા કક્ષાએ પ્રથમ આવનાર ધોરણ છ ની દીકરી હેત્વીબેન પ્રવીણભાઈ જોષી ને કાસ્ય મુદ્રા ભારતસિંહ ભટેસરિયા (પૂર્વ મહામંત્રી ભાજપ બનાસકાંઠા), પનસિંહ સોલંકી (પ્રમુખ ભીલડી ભાજપ મંડળ) મનુભાઈ હરગોવનભાઈ જોષી (સરપંચ શ્રી જુની ભીલડી તેમજ સામાજિક અગ્રણી) તેમજ શાળા સંચાલક શ્રી અમિતભાઈ જોષી, આનંદભાઈ મહેતા ,મહેશભાઈ જોષી અને શાળાના આચાર્યશ્રી વિજયભાઈ સોલંકી હસ્તક ઇનામ આપી સન્માનિત કર્યા હતા તેમજ શાળા તથા ગામનું નામ રોશન કરવા બદલ સર્વ આગેવાનોએ અભિનંદન પાઠવ્યા હતા.
ભરત ઠાકોર ભીલડી








