AHAVADANGGUJARAT

શામગહાન ગામે બેફામ દબાણોનાં પગલે ત્રિપલ અકસ્માત સર્જાવાની સાથે મોટી દુર્ઘટના ટળી..

વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ-ડાંગ

ડાંગ જિલ્લાનાં શામગહાન ગામમાં રાજયધોરીમાર્ગને અડીને આવેલ બેફામ દબાણોનાં પગલે ત્રિપલ અકસ્માત સર્જાવાની સાથે મોટી દુર્ઘટના ટળી..
સાપુતારાની તળેટીય વિસ્તારમાં આવેલ શામગહાન ગામનાં મુખ્ય માર્ગની સાઈડમાં ગેરકાયદેસર રીતે દુકાનધારકોનો રાફડો ફાટ્યો છે.શામગહાનનાં મુખ્યમાર્ગની બન્ને સાઈડે પરપ્રાંતીય દબાણકર્તાઓએ માર્ગને અડીને દબાણ કરતા અકસ્માતોની વણઝાર લાગી જવા પામી છે.ગતવર્ષે પણ બેકાબુ ટ્રક નજીકની દુકાનોમાં ઘુસી ગઈ હતી.શામગહાન માર્ગમાં અડીને દુકાનો આવેલ હોય તથા ઉતરાણ વાળો રસ્તો હોય જેના પગલે  અહી ગમે ત્યારે વાહનો પુરપાટવેગે આવી જઈ બેકાબુ બની દુકાનોમાં ઘુસી જતા હોય છે.તેમ છતાંય તંત્ર મૌન સેવી મોટી દુર્ઘટનાને આમંત્રણ આપી રહ્યુ છે. આજરોજ સાપુતારા તરફથી સુરત જઈ રહેલ ગુજરાત પોલીસનાં સુરત સીટી પોલીસ વિભાગની બસ.ન.જી.જે.05.જી.વી.2828 ને સાપુતારાથી વઘઇને જોડતા રાજ્ય ધોરીમાર્ગનાં શામગહાન એસ.ટી.ડેપો નજીક ટ્રક.ન.જી. જે.21.ડબલ્યુ.4616એ પાછળથી ટક્કર મારતા ઘટના સ્થળે પોલીસની બસ એસટી ડેપો તરફ ખેંચાઈને થંભી ગઈ હતી. જ્યારે આ ટ્રકને અન્ય ટ્રક ન.એમ.એચ.20.ઈ. કે.9020એ ભટકાવતા ઘટના સ્થળે ટ્રિપલ અકસ્માત સર્જાયો.આ અકસ્માતનાં બનાવમાં ત્રણેય વાહનોને નુકસાન થયુ હતુ. અહી પોલીસ બસમાં સવાર બે જવાનોને નજીવી ઇજાઓ પોહચી હતી.હાલમાં સાપુતારા પોલીસની ટીમે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.ત્યારે શામગહાન માર્ગમાં થયેલ દબાણોને તંત્ર દૂર કરે તેવી લોકમાંગ ઉઠવા પામી છે.

[wptube id="1252022"]
Back to top button