BANASKANTHADANTIWADA

Dantiwada : ગ્રામીણ મહિલાઓ માટે “બેકરી”વિષય પર એક દિવસીય તાલીમ કાર્યક્રમ યોજવામાં આવ્યો

સરદાર કૃષિનગર દાંતીવાડા કૃષિ યુનિવર્સીટીના આસ્પી પોષણ અને કોમ્યુનીટી સાયન્સ મહાવિધાલયના વિસ્તરણ શિક્ષણ અને પ્રસારણ વ્યવસ્થા વિભાગ હેઠળ ચાલતી ગ્રામીણ મહિલા તાલીમ અને સશક્તિકરણ કેન્દ્ર, ધ્વારા તા.૧૧/૧૦/૨૦૨૩ ના રોજ વડગામ તાલુકાની રણછોડપુરા, પીલુચા ગામની ગ્રામીણ મહિલાઓ માટે “બેકરી” વિષય પર એક દિવસીય તાલીમ કાર્યક્રમનું આયોજન કરેલ હતું. જેમાં આસ્પી કોલેજ ઓફ ન્યુટ્રીશન અને કોમ્યુનીટી સાયન્સ કોલેજના ઈ.ચા આચાર્ય ડૉ.બી.જી.પટેલ કાર્યક્રમનું ઉદ્ઘાટન કરીને શરૂઆત કરવામાં આવી હતી. ત્યારબાદ લેફટ. ડૉ.સિમ્પલ જૈન મદદનીશ, પ્રાધ્યાપકે મહીલાઓનું સ્વાગત તથા મહિલા સશક્તિકરણ માટે તાલીમની યોજનાની માહિતી વિષે બતાવ્યુ હતું. આ ઉપરાંત શ્રીમતી જે.જે.ધડુક, બેકરી ઇન્ચાર્જ એ “નાનખટાઈ” અને “ખારી” મહિલાઓને સારી એવી રીતે શીખવાડયું હતું અને આવનાર મહિલાઓ પણ મન લગાવીને રસપૂર્વક શીખી હતી.

આ કાર્યક્રમનું સંચાલન અને આભાર અભિવ્યક્ત ગ્રામીણ મહિલા તાલીમ અને સશક્તિકરણ કેન્દ્રના ઇ.ચાર્જ ડૉ.સિમ્પલ જૈન અને શ્રીમાળી મિનાક્ષીબેન કર્યો હતો.

[wptube id="1252022"]
Back to top button