BANASKANTHAGUJARATPALANPUR
તાલુકા કક્ષાએ આદર્શ વિદ્યાલય, વિસનગરની ઉચ્ચ. પ્રા. વિ. ની ટીમ ચેમ્પિયન બની.

તાલુકા કક્ષાએ આદર્શ વિદ્યાલય, વિસનગરની ઉચ્ચ. પ્રા. વિ. ની ટીમ ચેમ્પિયન બની.
આજરોજ તારીખ ૨/૦૯/૨૦૨૩ ના રોજ તાલુકા કક્ષાની શાળાકીય અંડર-૧૪ ખો – ખોની સ્પર્ધા જી. ડી.હાઇસ્કૂલ, વિસનગર મુકામે યોજાઈ હતી. જેમાં આદર્શ વિદ્યાલય,વિસનગર ઉચ્ચ. પ્રાથમિક વિભાગની ભાઈઓની ટીમે ભાગ લીધો હતો અને તેમાં ભાઈઓની ટીમ તાલુકા કક્ષા એ પ્રથમ નંબરે વિજેતા બની હતી. આમ તાલુકા કક્ષાએ ઉત્કૃષ્ટ દેખાવ કરી વિજેતા થવા બદલ તેમજ જિલ્લા કક્ષાએ પસંદગી પામનાર ખેલાડીઓને તથા ટીમને તૈયાર કરનાર શિક્ષકોને શાળા પરિવાર તથા શ્રી અખિલ આંજણા કેળવણી મંડળ, વિસનગર તરફથી ખૂબ ખૂબ અભિનંદન પાઠવ્યા હતા.
[wptube id="1252022"]





