
26 ફેબ્રુઆરી વાત્સલ્યમ્ દૈનિક સમાચાર સુભાષભાઈ વ્યાસ પાલનપુર બનાસકાંઠા
પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર તેરવાડા ના તાબા તળેના નાથપુરા સબ સેન્ટર ખાતે ટી.બી.ના દર્દીઓને પોષણ યુક્ત આહાર મળી રહે તેવા ઉમદા આશયથી નાથપૂરા ગામના વહેપારી દાતા શાહ રમેશભાઈ દ્વારા પોષણયુક્ત આહાર મગ,ચોખા,દાળ,જેવા પૌષ્ટિક આહાર ની ૨,૫૦૦/- રૂપિયા લેખે એક કીટ તૈયાર કરી ટી.બી.ના દર્દીઓને કુલ ૧૫ કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું. જેમાં જિલ્લા ક્ષય અધિકારી ડૉ. નયન મકવાણા,કાંકરેજ તાલુકા હેલ્થ ઓફિસર ડૉ.પિયુષ ચૌધરી, ટી.બી.સુપરવાઈઝર લાલજીભાઈ જોષી,નાથપૂરા સબ સેન્ટર ના મ. પ.હે.વ.મહેશ ચૌધરી,સી.એચ. ઓ.નીકુલભાઈ સહિત ગામના અગ્રણી જી.ડી.ગજ્જર ના સહયોગથી કીટ વિતરણ કાર્યક્રમ ને સફળ બનાવવામાં આવ્યો હતો.તેમજ જિલ્લા ક્ષય અધિકારી,કાંકરેજ તાલુકા હેલ્થ ઓફિસર,ટી.બી.યુનિટ કાંકરેજ દ્વારા દાતા શાહ રમેશભાઈ, જી. ડી.ગજ્જરનો આભાર વ્યક્ત કરવામાં આવેલ.આ અંગે નટવર.કે.પ્રજાપતિ એ જણાવ્યું હતું.








