BANASKANTHAPALANPUR

યાત્રાધામ અંબાજી મંદિર ના ચાચરચોક માં લગભગ 25 વર્ષ બાદ ફરીએક વાર ભાગવત કથાનો પ્રારંભ, તમામ દાન ભેટ સોગાત અંબાજી મંદિરની ચાલી રહેલી સુવર્ણમય કામગીરી માટે જમા કરાવામાં આવશે

6 ફેબ્રુઆરી વાત્સલ્યમ્ દૈનિક સમાચાર સુભાષભાઈ વ્યાસ પાલનપુર બનાસકાંઠા

યાત્રાધામ અંબાજી મંદિર ના ચાચરચોક માં લગભગ 25 વર્ષ બાદ ફરીએક વાર ભાગવત કથાનો પ્રારંભ થયો છે અંબાજી મંદિર ના ચાચરચોક માં આજથી શરુ થયેલી શ્રીમદ્દ ભાગવત કથા 14 ફેબ્રુઆરી સુધી ચાલશે. જેને લઈ આજે અંબાજીમાં 25 પોથીની વિશાળ શોભાયાત્રા નીકાળવામાં આવી હતી, જે માર્બલ ઉદ્યોગપતિ જીતેન્દ્રભાઈ ત્રિવેદીના રહેણાંક થી નીકળી અંબાજી મંદિર ચાચરચોક પહોંચી હતી જ્યાં ભાગવત કથાની મુખ્ય પોથીને માં અંબા ના નિજ મંદિરમાં પૂજા અર્ચના કરાવી ભાગવત કથાના કથાકાર અને નડિયાદ માઇ મંદિર ના ધર્માચાર્ય હરેન્દ્ર બાલેન્દુ ભગવતી કેસર ભવાની મહારાજે પણ ભાગવત કથા માટે માતાજી સમક્ષ ચાચરચોકમાં કથા કરવા રજામંદી લીધી હતી ને ચાચરચોકમાં ભાગવત કથા સહીત કથાકારનું પણ પૂજાઅર્ચના સહીત આરતી કરી ભાગવત કથા નું દીપ પ્રગટાવી શુભારંભ કરવામાં આવ્યો હતો જોકે આ ભાગવતકથા ના કથાકાર હરેન્દ્ર મહારાજે જણાવ્યું હતું કે અંબાજી મંદિર ચાચરચોક માં 25 વર્ષ પૂર્વે તેમના દાદાએ ભાગવત કથા નું પઠન કર્યું હતું ને હવે ફરી મંદિર ટ્રસ્ટ દ્વારા ચાચરચોકની પરમિશન મળતા આ કથાનું આયોજન કરાયું છે ને આ કથા દરમિયાન જેપણ ભેટકે દાનદક્ષિણા આવશે તે નડિયાદ માઇ મંદિર માં લઇ જવામાં આવશે નહીં તેની જગ્યા એ તમામ દાન ભેટ સોગાત અંબાજી મંદિર ની ચાલી રહેલી સુવર્ણમય કામગીરી માટે જમા કરાવામાં આવશે તે એક મોટી બાબત છે.આ માહિતી આપતાં મહેન્દ્રભાઈ અગ્રવાલે જણાવ્યું હતું.

 

[wptube id="1252022"]
Back to top button