JUNAGADHJUNAGADH CITY / TALUKO

પાંચ વર્ષથી ઘરેલુ હિંસાથી પિડીત સર્ગભા મહિલાનુ કુશળ કાઉન્સિલિંગ દ્વારા સમાધાન કરાવતી કેશોદ ૧૮૧ અભયમ

પાંચ વર્ષથી ઘરેલુ હિંસાથી પિડીત સર્ગભા મહિલાનુ કુશળ કાઉન્સિલિંગ દ્વારા સમાધાન કરાવતી કેશોદ ૧૮૧ અભયમ
વાત્સલ્યમ્ સમાચાર
ભરત બોરીચા – જૂનાગઢ
જૂનાગઢ : માંગરોળ તાલુકામાંથી  મહિલા પર પાંચ વર્ષથી શારીરિક અને માનસિક ત્રાસ ગુજારતા સસરા, પતિ અને જેઠાણીને સમજાવી સમાધાન કરાવવામાં મદદરૂપ ૧૮૧ અભયમ મહિલા હેલ્પલાઇન  બની હતી.
માંગરોળ તાલુકાના એક ગામમાં મહિલા પર ઘણાં સમયથી સાસરીમાં સસરા પતિ અને જેઠાણી વારંવાર શારીરિક અને માનસિક ત્રાસ આપતા હતા.   મહિલા હાલ સગર્ભા હોય મહિલાના માતા પણ કેન્સરથી પીડાતા હોય તો મહિલાએ ૧૮૧ અભયમ માં ફોન કરી મદદ માંગી હતી. જેના પગલે કેશોદ ૧૮૧ ટીમના કાઉન્સેલર ડાયબેન માવદીયા સ્ટાફ સાથે ઘટનાસ્થળે દોડી ગયા હતાં અને સ્થળ પર પહોંચી મહિલાની સમસ્યા જાણી કાઉન્સેલિગ કરતાં જાણવા મળ્યું કે મહિલાને એક દિકરી છે અને મહિલા હાલ સગર્ભા હોય અને મહિલા પર વારંવાર શારીરિક અને માનસિક ત્રાસ આપતા હતા. પિયરમાં મોકલી ફરી પતિ તેડવા જતા અને ફરી ઘરેલુ હિંસા થતી તેથી મહિલાએ કંટાળી ૧૮૧ સેવાની મદદ લીધી  હતી.
ત્યારબાદ ૧૮૧ ટીમના કાઉન્સિલર દ્વારા પતિ અને જેઠાણી,સસરા વગેરે સાસરી પક્ષના સભ્યોનું કાઉન્સેલિગ કરી મહિલા તેના બાળકોના ભવિષ્ય અંગે સમજણ આપી આગેવાનો સાથે બેઠક કરી બંને પક્ષો વચ્ચેના નાના મોટા મતભેદોનું સમાધાન કરી કાયદાકીય માહિતી આપી સમજાવ્યા બાદ પતિ, જેઠાણી, સસરા વગેરેને પોતાની ભૂલ સમજાઈ અને મહિલા સાથે હવે પછી કોઈ હિંસા નહિ કરે તેની ખાત્રી આપી હતી. આમ ઘરેલુ હિંસાથી પીડિત મહિલાને તેની ઇચ્છાનુસાર સમાધાનકારી નિરાકરણ લાવવામાં ૧૮૧ ટીમને સફળતા મળી હતી.

[wptube id="1252022"]
Back to top button