

2 માર્ચ વાત્સલ્યમ દૈનિક સમાચાર સુભાષભાઈ વ્યાસ પાલનપુર બનાસકાંઠા
આજરોજ શ્રી એસ. ડી.એલ હાઇસ્કુલ ભાગળ પીપળી તાલુકો પાલનપુર જીલ્લો બનાસકાંઠામાં ધોરણ- 10 શુભેચ્છા સમારોહ અને ધોરણ- 12 નો વિદાય સમારંભ યોજાઈ ગયો જેમાં કાર્યક્રમની શરૂઆત પ્રાર્થના અને સ્વાગત ગીત થી કરવામાં આવી આ કાર્યક્રમમાં બનાસકાંઠા જિલ્લાના ખ્યાતનામ શિક્ષણવિદ અને કેળવણીકાર જે.પી. મોર સાહેબ નિયામક શ્રી (આદર્શ વિદ્યા સંકુલ) અને જલોત્રા હાઈસ્કૂલના આચાર્યશ્રી લક્ષ્મણભાઈ પટેલ આ પ્રસંગમાં ઉપસ્થિત રહી વિદ્યાર્થીઓના પ્રેરણા સ્ત્રોત બની પરીક્ષાનો હાઉ અને તણાવ દૂર થાય, ઇચ્છિત ધેય પ્રાપ્ત કરે અને પરીક્ષામાં ઝળહળતી સફળતા પ્રાપ્ત કરે તેવા આશીર્વાદ અને માર્ગદર્શન પૂરું પાડ્યું. શાળાના આચાર્યશ્રી કિરીટભાઈ પટેલ પોતાની શૈલીમાં વિદ્યાર્થીઓને પ્રેરણા રૂપી આશીર્વાદ અને શુભેચ્છા પાઠવી એસએસસી અને એચએસસીના બાળકોએ પોતાના પ્રતિભાવો રજૂ કર્યા અંતે શિક્ષકોએ પણ બાળકોને શુભેચ્છા અને આશીર્વાદ આપ્યા. આ પ્રસંગમાં બંને મહાનુભાવો ઉપસ્થિત બદલ શાળાના આચાર્યશ્રી અને શાળા પરિવાર તેમનો દિલથી હાર્દિક આભાર વ્યક્ત કરે છે.







