
વાત્સલ્યમ્ સમાચાર
અંબાલાલ પટેલ – ચીખલી
શ્રી દિગેન્દ્રનગર વિભાગ કેળવણી મંડળ સંચાલિત શ્રી જે. એમ. પટેલ સાર્વજનિક હાઈસ્કૂલ દિગેન્દ્રનગરમાં તારીખ ૧૦/૦૭/૨૦૨૩ ને સોમવારે તરુણાવસ્થામાંથી પસાર થઈ રહેલા વિદ્યાર્થીઓ વ્યસનથી સાવચેત રહે તે અંગે પ્રજાપિતા બ્રહ્માકુમારી ઈશ્વરીય વિશ્વવિદ્યાલય આયોજિત ‘નશા મુક્તિ ભારત અભિયાન’ કાર્યક્રમ યોજાયો હતો.કાર્યક્રમની શરૂઆતમાં શાળાના આચાર્યશ્રી હર્ષદસિંહ પરમાર સાહેબે માનવંતા મહેમાનો તેમજ સમગ્ર ટીમને આવકાર્યા હતા કળશપૂજન દ્વારા નિસ્વાર્થ સેવાભાવી વિચારોનો અભિવાદન કર્યું હતું ત્યારબાદ મુખ્ય વક્તા શીલાબેન દ્વારા દારૂ, બીડી, સિગારેટ, અફીણ,ગાંજા જેવા કેફીલા પદાર્થો પીવાથી, ખાવાથી તેમજ ગંધ લેવાથી થતા નુકસાન વિશે વિગતે ચર્ચા કરી કુટુંબ , સમાજ તેમજ સમગ્ર દેશ વ્યસન નામના અંધકારમાંથી બહાર આવી પ્રગતિના માર્ગે અગ્રેસર થાય તે અંગે બાળકોને જાગૃત કર્યા હતા. વ્યસનની ગુલામીથી મુક્ત થવા અંગે યોગ્ય માર્ગદર્શન આપ્યું હતું `ખુદ કો જગાદોઓર નશે કો ભગા દો’ જેવા નારાઓથી સમગ્ર વાતાવરણમાં દ્રઢ નિશ્ચયની ઉર્જા નિર્માણ કરી હતી.પ્રાસંગિક ઉદબોધન કરતા આચાર્યશ્રીએ આ કાર્યક્રમ દ્વારા મળેલ માહિતી બાળકોના જીવન માટે જ્ઞાનવર્ધક અને ઉપયોગી છે તેમજ જીવનમાં દેશભક્તિ અને ધ્યેયસિદ્ધિ જેવા નશા રાખવા અંગે ટહેલનાખી હતી. ત્યારબાદ આભાર વિધિ દ્વારા કાર્યક્રમ પૂર્ણ જાહેર કરાયો હતો. દિ.વિ.કે. મંડળના પ્રમુખશ્રી કિરણભાઈ પટેલ તથા ઉપપ્રમુખશ્રી પ્રમોદરાય દેસાઈએ બાળકોને ખૂબજ ઊપયોગી એવા કાર્યક્રમ કરવા બદલ બ્રહ્માકુમારીઝ સંસ્થા તથા શાળાના આચાર્યશ્રી અને સૌનો આભારવ્યક્ત કરી અભિનંદન આપ્યા હતા.



