ટંકારા: હરબટીયાળી પ્રાથમિક શાળાના શિક્ષકનો નિવૃત્તિ સન્માન સમારંભ ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખની હાજરીમાં યોજાયો : પુસ્તકતુલા દ્વારા સન્માન કરાયેલ

રીપોર્ટર ઘવલ ત્રિવેદી વાત્સલ્યમ્ સમાચાર મોરબી ટંકારા તાલુકાના શિક્ષકોના કામ માટે હંમેશા સંગઠનની સાથે રહીને સતત કાર્ય કરી રહેલા હરબટીયાળી પ્રાથમિક શાળાના શિક્ષક મગનલાલ ઉજરીયા તા.30.06.2023 ના રોજ વયનિવૃત્ત થતા શ્રી હરબટીયાળી પ્રાથમિક શાળા તેમજ ટંકારા તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા આજરોજ તા. 1 લી જુલાઈના રોજ હરબટીયાળી પટેલ સમાજવાડી ખાતે નિવૃત્તિ સન્માન સમારંભનું આયોજન કરવામાં આવ્યું હતું.

આ કાર્યક્રમના અધ્યક્ષ તરીકે ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ દિગ્વિજયસિંહ જાડેજા ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંત મોરબી જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી શ્રી પી.વી.અંબારીયા, ના.જી.પ્રા.શિ. ગરચર સાહેબ, મોરબી જિલ્લા પ્રા. શિ. સંઘના પ્રમુખ ઘનશ્યામભાઈ દેથરીયા, મહામંત્રી દિનેશભાઇ હુંબલ, ટંકારા તાલુકા વિકાસ અધિકારી હર્ષવર્ધનસિંહ જાડેજા, જામનગર જિલ્લા પ્રા. શિ. સંઘના મહામંત્રી રાજેન્દ્રસિંહ જાડેજા, વાંકાનેર tpeo મંગુભાઇ પટેલ, brc મયુરસિંહ, પ્રમુખ યુવરાજસિંહ તેમજ સંગઠનના હોદ્દેદારો, નિવૃત્ત શિક્ષકો અને બહોળી સંખ્યામાં ટંકારા તાલુકાના શિક્ષકો તેમજ મગનલાલના સ્નેહીજનોએ હાજર રહીને સન્માન કર્યું હતું.

બેંગ બેંગ ગ્રુપ દ્વારા મગનલાલનું પુસ્તકતુલા દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું જેમાં તેમના વજન જેટલા વજનની નોટબુક શાળાના વિદ્યાર્થીઓ માટે અર્પણ કરી હતી.
સમગ્ર કાર્યક્રમને સફળતાપૂર્વક પૂર્ણ કરવા માટે ટંકારા તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ કલ્પેશભાઈ ફેફર, મહામંત્રી વિરમભાઈ તેમજ સંગઠનના હોદ્દેદારો અને હરબટીયાળી પ્રાથમિક શાળા પરિવાર દ્વારા જહેમત ઉઠાવવામાં આવી હતી.









