DEVBHOOMI DWARKAKHAMBHALIYA

જિલ્લા કલેકટરશ્રી જી.ટી.પંડ્યાની અધ્યક્ષતામાં દેવભૂમિ દ્વારકા જિલ્લા માર્ગ સલામતી સમિતિની બેઠક યોજાઇ

માહિતી બ્યુરો: દેવભૂમિ દ્વારકા

        દેવભૂમિ દ્વારકા જિલ્લાની માર્ગ સલામતી સમિતિની બેઠક જિલ્લા સેવા સદન ખાતે જિલ્લા કલેક્ટર શ્રી જી.ટી.પંડ્યાના અધ્યક્ષ સ્થાને યોજાઈ હતી.

        આ બેઠકમાં એક્શન ટેકન રીપોર્ટ અંગે વિવિધ રોડ ઉપર સ્ટ્રીપ મુકવા અંગે, જન જાગૃતી માટે  કરવામાં આવતા વિવિધ કેમ્પો અંગે ચર્ચા કરવામાં આવી હતી.

        જિલ્લા કલેકટરશ્રી જી.ટી.પંડ્યાએ જણાવ્યું હતું કે, શાળાના બાળકોને લઈ આવતા વાહનોમાં જરૂરી દસ્તાવેજો, વાહનોની ફિટનેસ સહિત સલામતી જરૂરી પગલાં લેવામાં આવેલ છે કે તેની ચકાસણી કરવી. ઉપરાંત  હાઇવે પર બ્લેક સ્પોટની ઓળખ કરી જરૂરી રિફલેક્ટર તથા સાઈન બોર્ડ લગાવવા અંગે સૂચનો કર્યા હતા.

        ઉપરાંત ચોમાસાની ઋતુ શરૂ થનાર છે ત્યારે ગામડાઓ સહિતના વિસ્તારોમાં આવેલ કોઝ-વે પર પાણી ફરી વળતા હોય ત્યારે અકસ્માત નિવારવા માટે જરૂરી પગલાં લેવા અંગે સૂચનો કર્યા હતા.

        આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી શ્રી એસ. ડી.ધાનાણી, પોલીસ અધિક્ષક શ્રી નિતેશ પાંડેય, નિવાસી અધિક કલેકટર શ્રી ભૂપેશ જોટાણીયા, નાયબ પોલીસ અધિક્ષક શ્રી પરમાર, શ્રી પ્રજાપતિ, એ.આર.ટીઓ શ્રી તલસાણીયા સહિત સંલગ્ન વિભાગના અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.

[wptube id="1252022"]
Back to top button