
નર્મદા જિલ્લાના રમતવીરો માટે ખેલો ઇન્ડિયા યુથ ગેમ્સ અને નેશનલ ગેમ્સ રમવાની સુવર્ણ તક
રાજપીપળા : જુનેદ ખત્રી
ગુજરાત સરકાર યુવા,રમત-ગમત વિભાગ દ્વારા માન્યતા પ્રાપ્ત ગુજરાત યોગાસન સ્પોર્ટ્સ એસોસિએશનના માગૅદશૅન હેઠળ નર્મદા યોગાસન સ્પોર્ટ્સ એસોસિએશન દ્વારા આગામી ૧૬મી ઓગષ્ટ બુધવાર ના રોજ ભારત સેવાશ્રમ સંઘ, દેડિયાપાડા, નમૅદા ખાતે સવારે ૦૮:૦૦ વાગ્યાથી જીલ્લા કક્ષાની યોગાસન રમતની સ્પર્ધા યોજાશે, આ સ્પર્ધાના સિલેકશનના આધારે ખેલાડીઓને (રાજ્ય તથા રાષ્ટ્રીય કક્ષાની સ્પર્ધા જીત્યાપછી) “ખેલો ઇન્ડિયા યુથ ગેમ્સ” તથા ઇન્ડિયન ઓલિમ્પિક એસોસિએશન આયોજિત “નેશનલ ગેમ્સ” જેવી સ્પર્ધામાં ભાગ લેવાનો મોકો મળશે. રસ ધરાવતા કોઈ પણ સંસ્થાના ખેલાડી ભાઇઓ- બહેનો ભાગ લઇ શકે છે, એન્ટ્રી સ્વીકારવાની છેલ્લી તારીખ ૧૫ ઓગસ્ટ મંગળવાર સુધી રહેશે આ માટે આપ 9925018547, 9023455393 ઉપર પણ સંપર્ક કરી શકો છો






