
નાના લીમટવાળા પ્રાથમિક શાળામાં ગાયત્રી પરિવાર દ્વારા શૈક્ષણિક કીટનું વિતરણ કરાયું
જુનેદ ખત્રી : રાજપીપળા
નર્મદા જિલ્લાની નાંદોદ તાલુકાની પ્રાથમિક શાળા નાના લીમટવાળામાં ગાયત્રી પરિવાર દ્વારા શૈક્ષણિક કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું જેમાં ગાયત્રી પરિવાર નર્મદા જિલ્લા સંયોજક ચંદુભાઈ મારવાડી ઇન્દ્રવદન પંચોલી ભગવાનભાઈ પરમાર તથા ડોક્ટર દેવેશ ભારદ્વાજ દ્વારા પ્રવેશ પામનાર બાળકોને બાલવાટિકામાં શાળા પ્રવેશ કરાવ્યો હતો તેમજ બધા બાળકો શિક્ષિત બની ભારતીય સંસ્કૃતિને ઉજાગર કરે તેવી આશા વ્યક્ત કરી હતી અંતમાં શાળાના આચાર્ય ઉર્મિલાબેન દ્વારા આભાર વિધિ કરવામાં આવી હતી કાર્યક્રમમાં શાળાના શિક્ષકો બાળકો ગામ લોકો ઉત્સાહભેર હાજર રહ્યા હતા અને શાળા પ્રતાંગણમાં વૃક્ષારોપણ કર્યું હતું
[wptube id="1252022"]






