હાલોલ:જિલ્લાકક્ષાના સ્વાતંત્ર્ય પર્વની ઉજવણીનીને લઇ જિલ્લા કલેકટર આશિષ કુમારની ઉપસ્થિતિમાં સમગ્ર કાર્યક્રમનું રિહર્સલ અને નિદર્શન યોજાયું

રિપોર્ટર. કાદીર દાઢી.હાલોલ
તા.૧૪.૮.૨૦૨૩
આગામી તા.૧૫ મી ઓગસ્ટ-૨૦૨૩, આઝાદીના ૭૭માં સ્વાતંત્ર્ય રાષ્ટ્રીય પર્વની ઉજવણીના ભાગરૂપે પંચમહાલ જિલ્લાકક્ષાની ઉજવણીમાં રાજ્યના મંત્રી ભિખુસિંહજી પરમારની વિશેષ ઉપસ્થિતિ ઉજવનાર છે જેને અનુલક્ષીને આજરોજ હાલોલ તાલુકાના વી.એમ.શાહ હાઇસ્કુલના મેદાન ખાતે જિલ્લા કલેકટર આશિષ કુમારની વિશેષ ઉપસ્થિતિમાં સમગ્ર કાર્યક્રમનું રિહર્સલ અને નિદર્શન યોજાયું હતું.સમગ્ર કાર્યક્રમના રિહર્સલમાં પોલીસ જવાનો દ્વારા પરેડ, વિવિધ શાળાઓના વિધાર્થીઓ દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમ સહિતના અવસરોના રિહર્સલનું જિલ્લા કલેકટર આશિષ કુમારે ઝીણવટપૂર્વક નિરીક્ષણ કરી સંબંધિત અધિકારીઓને માર્ગદર્શિત કર્યાં હતા.જિલ્લાકક્ષાના સ્વાતંત્ર્ય પર્વની ઉજવણીની તમામ તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવ્યો છે.આ રિહર્સલ તથા નિદર્શનમાં જિલ્લા પોલીસ અધિક્ષક હિમાંશુ સોલંકી,હાલોલ પ્રાંત અધિકારી મયુર પરમાર સહિત વિવિધ સબંધિત વિભાગના અધિકારીઓ,પોલીસ જવાનો અને વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.










