
ભારતીય કુશ્તી મહાસંઘના અધ્યક્ષ બૃજભૂષણ શરણ સિંહ સાથે જોડાયેલા યૌન શોષણના મામલામાં ફોગાટ બહેનોના પિતા મહાવીર ફોગાટ તરફથી એક મોટું નિવેદન સામે આવ્યું છે. પિતાનું કહેવું છે કે તેમનાથી તેમની છોકરીઓની આવી સ્થિતિ જોઈ શકાતી નથી. તેમણે દાવો કર્યો કે તેમની પુત્રીઓ હવે પહેલવાની છોડી દેશે. દ્રોણાચાર્ય એવોર્ડ પ્રાપ્ત કરી ચુકેલા મહાવીર સિંહ ફોગાટે આ પ્રકરણ પર નિવેદન આપતા કહ્યું કે છોકરીઓની આ સ્થિતિ મારાથી જોઈ શકાતી નથી. મેં મારું બધું જ દાવ પર લગાડીને છોકરીઓને મેડલ અપાવવા લાયક બનાવી હતી. આજે આ બધું હું જોઈ શકતો નથી.
મહાવીર ફોગાટના ગામ બલાલીમાં ગુરુવારે ગ્રામ પંચાયતનું આયોજન કરવામાં આવ્યું. આ દરમિયાન મહાવીર ફોગાટે પંચો સાથે ચર્ચા કરી હતી. તેમણે કહ્યું આપણા દેશના લોકો મજબૂર થઈને સરકારને અંગ્રેજોની જેમ હટાવી દેશે. આ મુદ્દા પર સમગ્ર દેશ એક થઈને નિર્ણાટક આંદોલન કરશે. ખાપ પંચાયત સહિત સામાજિક સંસ્થાઓ, ખેડૂત સંગઠન અને સમગ્ર દેશના લોકો આ આંદોલનના સાક્ષી બનશે.